- દિલ્હીની નામચીન શાળાઓમાં ધમકીનો મામલો
- 50થી વધારે શાળામાં ધમકી મળતા પોલીસ સતર્ક
- આ મામલે ગૃહમંત્રાલયનું નિવેદન આવ્યુ સામે
દિલ્હીની 50થી વધારે શાળામાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સ્કૂલ પ્રશાસન અને વાલીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવે આ મામલે ગૃહમંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડરવાની જરૂર નથી. આ ફેક કોલ લાગી રહ્યો છે.
શું કહ્યું ગૃહમંત્રાલયે ?
ગૃહમંત્રાલયે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે દિલ્હીની કેટલીક શાળાઓને આજે સવારે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ ઈમેલ નકલી લાગે છે અને ગભરાવાની જરૂર નથી. સાથે જ જણાવ્યું કે દિલ્હી પોલીસ સુરક્ષાના ભાગરૂપે તમામ જરૂરી પગલા લઇ રહી છે.
50થી વધારે શાળાને મળી ધમકી
મહત્વનું છે કે દિલ્હીની 13 શાળામાં બોમ્બની ધમકી મળ્યાની વાત સામે આવી હતી તે હવે 80 સ્કૂલ સુધી પહોંચી છે. મળતી માહિતી મુજબ 80 શાળાઓમાં ધમકી મળી હતી. નામચીન સ્કૂલોને ધમકી મળતા બાળકોને ઘરે મોકલી દેવાયા હતા. પોલીસ અને પ્રશાસન તપાસમાં જોડાયુ હતું. આ વચ્ચે ગૃહમંત્રાલયે કહ્યું કે ગભરાશો નહી ફેક કોલ લાગી રહ્યો છે.
તપાસમાં કંઇ મળ્યુ નહી
દિલ્હી-એનસીઆરની 50થી વધુ શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ ઈમેલમાં શાળાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તેમાં ઘણી પ્રખ્યાત શાળાઓના નામ પણ સામેલ છે. ડીપીએસ, એમિટી, મધર મેરી જેવી ઘણી મોટી સ્કૂલોએ પણ ઈમેલના ડરથી બાળકોને ઘરે મોકલી દીધા હતા. તેમજ શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ડિપાર્ટમેન્ટ પણ સ્કૂલોમાં શોધખોળ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને કંઈ મળ્યું નથી.