• દિલ્હી જળબોર્ડે પાણીને લઇને આકરા પાણીએ
  • પાણી વેડફવા અંગે બનાવ્યા કડક નિયમો
  • પાઇપથી વાહન ધોવા બદલ પણ લાગશે દંડ 

ઉનાળાની કાળઝાળ ગરમી અને તેમાં પણ પાછી પાણીની અછત. ત્યારે આવા સમયમાં જો કોઇ પાણી વેડફાતુ જણાશે તો તેને મસમોટો દંડ ભરવો પડશે. આ નિયમ દિલ્હી સરકાર લાગુ કરવા જઇ રહી છે. જે માટે  દિલ્હી સરકારના જળ મંત્રી આતિશે જળ બોર્ડના સીઈઓને પાણીનો બગાડ રોકવા માટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. 

દિલ્હી જળ બોર્ડને લખ્યો પત્ર

દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ બોર્ડના સીઇઓને પત્ર લખીને પાણીનો વેડફાટ કરવા અંગે નિર્દેશ આપ્યા છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે પાઈપ વડે કાર ધોવા, પાણીની ટાંકીઓના ઓવરફ્લો થવી અને બાંધકામ અથવા વ્યવસાયિક હેતુઓ માટે ઘરેલું પાણી પુરવઠાના ઉપયોગ પર કાર્યવાહી કરવા માટે તુરંત જ દિલ્હીમાં 200 ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

30મેથી ટીમો કરાશે તૈનાત

આતિશીએ નિર્દેશ આપ્યો કે આવતીકાલે સવારે 8 વાગ્યાથી ટીમો તૈનાત કરવામાં આવશે. જો કોઈપણ વ્યક્તિ પાણીનો બગાડ કરતા જણાય તો તેને રૂ. 2000નો દંડ ફટકારવામાં આવશે. સાથે જ બાંધકામ સાઇટ્સ કે વ્યાપારી સંસ્થાઓ પરના કોઈપણ ગેરકાયદેસર પાણીના જોડાણોને ડિસ્કનેક્ટ કરશે.



  • Follow us on: