- NEET PG પરીક્ષાની તારીખ આગામી એકથી બે દિવસમાં જાહેર કરાશે..!
- પારદર્શક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે: જેપી નડ્ડા
- પેપર લીક જેવી ઘટનાઓને લઈને વધુ સારી ફૂલપ્રૂફ સિસ્ટમ તૈયાર
ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનની એક ટીમ રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રકાશ નડ્ડાને મળી હતી. તબીબોએ જણાવ્યું કે આપેલ ખાતરી મુજબ NEET PG પરીક્ષાની તારીખ આગામી એકથી બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
NEET PG પરીક્ષાની તારીખ આગામી એકથી બે દિવસમાં જાહેર કરાશે..!
પેપર લીકની ઘટના બાદ દેશભરમાં NTA દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ પર ગ્રહણ લાગી ગયું છે. તાજેતરના સમયમાં, કાં તો પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે અથવા ભવિષ્યની તારીખો જારી કરવામાં આવી રહી છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનની એક ટીમ રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રકાશ નડ્ડાને મળી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે, અમે માંગ કરી છે કે નેટ પીજીની પરીક્ષા વહેલી તકે લેવામાં આવે.
વધુમાં ડોક્ટરોએ કહ્યું કે, જેપી નડ્ડાએ આશ્વાસન આપ્યું છે કે આ પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવશે. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ પણ ત્યાં હાજર હતા. ડોકટરોએ જણાવ્યું કે આપેલી ખાતરી મુજબ NEET PG પરીક્ષાની તારીખ આગામી એકથી બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
પારદર્શક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે - જેપી નડ્ડા
ડોકટરોના પ્રતિનિધિમંડળને મળ્યા પછી, જેપી નડ્ડાએ તેમને ખાતરી આપી હતી કે દેશમાં પરીક્ષાઓને લઈને પહેલા કરતા વધુ પારદર્શક રીતે નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર પેપર લીક જેવી ઘટનાઓને લઈને વધુ સારી ફૂલપ્રૂફ સિસ્ટમ તૈયાર કરી રહી છે. આ પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા હેઠળ લેવામાં આવશે, તેથી થોડો વિલંબ થયો છે. જેપી નડ્ડાએ દાવો કર્યો કે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.