• મહારાષ્ટ્રના થાણેમાં ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ
  • બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
  • 7 લોકોના મોત જ્યારે ડઝનથી વધારે લોકો ઘાયલ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં અમુદાન કેમિકલ્સમાં વિસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં સાત લોકોના દુઃખદ મોત થયા હતા જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે જોતા કહી શકાય કે આ બ્લાસ્ટ કેવો ખતરનાક અને તીવ્ર હતો. 

ડોંબિવલીની ઘટના

ઘટના થાણે જિલ્લાના ડોમ્બિવલીની છે, અહીં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ફેઝ-2 સ્થિત અમુદાન કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આખા વિસ્તારમાં આગ અને ધુમાડો ફેલાઈ ગયો હતો. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો.

3કિમી દૂર સંભળાયો ધડાકો

 સીસીટીવી દ્રશ્યોમાં જોઇ શકાય છે કે બ્લાસ્ટ કેટલો તીવ્ર હતો. 3 કિમી દૂર સુધી પણ બ્લાસ્ટની અસર જોવા મળી હતી. સીસીટીમાં દેખાય છે તેમ દુકાનની અંદર પણ ભરેલો સામાન પડી ગયો હતો.લોકો અવાજ સાંભળતા જ જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. 

7લોકોના મોત

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં લાગેલી આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં 7 લોકોના દુ:ખદ મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તો ઘટનાને પગલે મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદેએ સંજ્ઞાન લીધુ હતું, તેમણે અધિકારીઓને જરૂરી પગલા લેવા સૂચના આપી હતી. 

  • Follow us on: