• થાણેના ડોમ્બિવલીમાં કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના
  • MIDC ફેઝ 2 સ્થિત કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતા બ્લાસ્ટ
  • કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 7ના મોત, 45થી વધુ લોકો ઇજાગ્રસ્ત

મુંબઈ નજીક થાણેના ડોમ્બિવલીમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી તેમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો. મળતી માહિતી મુજબ, MIDC ફેઝ 2 સ્થિત કેમિકલ ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 7ના મોત, 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


મળતી માહિતી મુજબ, થાણેના ડોમ્બિવલીમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ ભીષણ આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 3 કિલોમીટર સુધી સંભળાયો હતો. હતો. જાણવા મળી રહ્યું છે કે,  MIDC ફેઝ 2 સ્થિત કેમિકલ ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી. પીટીઆઈના જણાવ્યા અનુસાર, થાણે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 7ના મોત, 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ડોમ્બિવલીમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) વિસ્તારના ફેઝ-2 સ્થિત 'અંબર કેમિકલ કંપની'ના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. સ્થાનિકે જણાવ્યું હતું કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો. તેમણે કહ્યું કે વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે અગ્નિશમન દળ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

  • Follow us on: