- મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં 2 બાળકો ડૂબ્યા
- બાળકોના રેસ્ક્યૂ માટે SDRFની બોટ પલટી જતા 3 જવાનોના મોત
- સમગ્ર ઘટનામાં અન્ય 2 જવાનોની શોધખોળ હાથ ધરી
મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં બે બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. બાળકોના રેસ્ક્યૂ માટે SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. બાળકોના રેસ્ક્યૂ દરમિયાન નદીમાં બોટ અચાનક ડૂબવા લાગી હતી. સમગ્ર ઘટનામાં 3 જવાનોના મોત નીપજ્યા, જ્યારે અન્ય 2 જવાનોની શોધખોળ હજુ ચાલું છે.
નદીમાં બાળકોના રેસ્ક્યૂ દરમિયાન SDRFની બોટ પલટી
મળતી માહિતી મુજબ, પ્રવરા નદીમાં 2 બાળકોના ડૂબવાની માહિતી મળ્યા પછી, SDRF ટીમને ઘટનાસ્થળ પર બોલાવવામાં આવી હતી. શોધ દરમિયાન, એક બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો અને બીજાનો મૃતદેહ મળ્યો ન હતો, તેથી SDRF ટીમે 23 મેના રોજ સવારે 6 વાગ્યાથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જેમાં 2 બાળકો અને 3 સૈનિકોનો સમાવેશ થાય છે. 2 જવાનો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અગાઉ પણ 2 બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટના
અગાઉ પણ 2 બાળકો નદીમાં ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. SDRFના જવાનોએ પ્રવરા નદીમાં ડૂબી ગયેલા 2 લોકોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીના વહેણની ઝડપ ખૂબ જ ઝડપી બની હતી. પાણીના જોરદાર પ્રવાહને કારણે બોટ ઝડપ જાળવી શકી ન હતી અને પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માતમાં 3 જવાનોના મોત થયા છે.