છેલ્લા 3 મહિનામાં સુરક્ષા દળોએ 1 કરોડ રૂપિયાથી વધુનું ઇનામ ધરાવતા ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. નક્સલવાદી નેતાઓ બસવરાજુ, ચેલાપતિ, પ્રયાગ માંઝી ઉર્ફે વિવેક છેલ્લા ત્રણ મહિનામાં અર્ધલશ્કરી દળો દ્વારા માર્યા ગયા હતા.
નક્સલીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી કાર્યવાહીમાં મળેલી અણધારી સફળતા પાછળનું મુખ્ય કારણ રાજકીય ઇચ્છાશક્તિ તેમજ સુરક્ષા દળોનું પરસ્પર સંકલન અને છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રના તે ભૌગોલિક વિસ્તારની વધુ સારી સમજ છે. આ સંદર્ભમાં, છત્તીસગઢ સરકારના સ્થાનિક વિશેષ સુરક્ષા દળ, DRG ની ભૂમિકા સૌથી વિશેષ છે.
શું છે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)?
- DRG એ છત્તીસગઢ પોલીસનું એક ખાસ એકમ છે.
- જેમાં સ્થાનિક યુવાનોની ભરતી કરવામાં આવે છે.
- જે તેમને વિસ્તારની ભૌગોલિક અને સામાજિક સમજ આપે છે.
- DRG ની સ્થાપના 2008 માં કરવામાં આવી
- 2021 સુધીમાં DRG આશરે 3,500 કર્મચારીઓને રોજગારી આપે છે.
- એવા લોકોની ભરતી કરાય છે જેમને બોલી અને વિસ્તારના ભૂગોળથી પરિચિત હોય
- DRGને કારણે સુરક્ષાદળો દુર્ગમ વિસ્તારમાં કરી શકે છે સચોટ કાર્યવાહી
- DRG 2015 થી દાંતેવાડા વિસ્તારમાં તૈનાત
ત્રણ સ્તર પર થાય છે નિયુક્તિ
પ્રથમ સૈનિક:
સામાન્ય રીતે આ સ્થાનિક યુવાનો હોય છે જે માઓવાદ વિરુદ્ધ કામ કરવા માંગે છે.
સહાયક સૈનિક
તેમની નિયુક્તિ સલવા જુડુમના (એસપીઓ) રહેલા વિશેષ પોલિસ અને પૂર્વ માઓવાદીઓમાંથી કરવામાં આવે છે.
ગુપ્ત સૈનિક:
આને ગુપ્ત સૈનિકો પણ કહેવામાં આવે છે. તેમની નિમણૂક એવા માઓવાદીઓમાંથી કરવામાં આવે છે જેમણે આત્મસમર્પણ કર્યું હોય..
* આ વર્ષે જાન્યુઆરીમાં, માઓવાદીઓના હુમલામાં આઠ ડીઆરજી જવાન અને એક ડ્રાઇવર માર્યા ગયા હતા. આમાં 4 DRG અને 4 બસ્તર ફાઇટર્સના સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થતો હતો. નક્સલીઓએ બીજાપુરના જંગલોમાં તેમની કારને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી.
* એપ્રિલ 2023 માં પણ, નક્સલીઓએ દાંતેવાડામાં IED બ્લાસ્ટ દ્વારા 10 DRG સૈનિકોને ઉડાવી દીધા હતા.
હાલના નક્સલી વિરુદ્ધ અભિયાનમાં ડીઆરજીની ભૂમિકા
- અબુઝમાડ ઓપરેશન (19-22 મે 2025): નારાયણપુર-બીજાપુર સરહદ પર 50 કલાક ચાલેલા ઓપરેશનમાં 27 નક્સલીઓ માર્યા ગયા, જેમાં માઓવાદી નેતા વસાવરાજનો પણ સમાવેશ થાય છે, જેની પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું.
- સુકમા એન્કાઉન્ટર (માર્ચ 2025): DRG અને CRPF ના સંયુક્ત ઓપરેશનમાં 16 નક્સલીઓ માર્યા ગયા.
- બીજાપુર ઓપરેશન (જાન્યુઆરી 2025): DRG, CoBRA અને CRPF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં 12 નક્સલીઓ માર્યા ગયા.
સંયુક્ત દળોની સહભાગિતા
આ ઉપરાંત ડીઆરજીની સાથે સાથે CRPF, CoBRA, STF અને BSF જેવા કેન્દ્રીય દળો સાથે DRG ની સંયુક્ત કાર્યવાહીથી નક્સલ વિરોધી કામગીરીની અસરકારકતામાં વધારો થયો છે.
આ દળો મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ સંકલનમાં કામ કરી રહ્યા છે, જેના કારણે નક્સલવાદીઓ સામે નિર્ણાયક ફાયદો મેળવી રહ્યા છે.
છત્તીસગઢ ડીઆરજીએ તેના સ્થાનિક સંપર્ક અને ટોચના નક્સલી નેતાઓ ગુમાવ્યા પછી નક્સલીઓમાં શરણાગતિનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે.
છત્તીસગઢના બસ્તર ક્ષેત્રના તમામ સાત નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં DRG યુનિટ કાર્યરત છે.
તેમની સફળતાથી પ્રભાવિત થઈને, છત્તીસગઢ સરકારે DRGમાં 1150 થી વધુ ખાલી જગ્યાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. આ રીતે, તેમની સંખ્યા ટૂંક સમયમાં 4650 ને વટાવી જવાની શક્યતા છે.