• ઉત્તરકાશી ટનલમાં સિલ્કયારા ટનલમાં રેસક્યુની કામગીરી
  • ઓગર મશીન બંધ થતા હવે વર્ટીકલ-હોરિઝોન્ટલ ડ્રિલિંગ
  • વર્ટિકલ ડ્રિલિંગ 86મીટર કરવાનું બાકી

ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા જંગ ચાલી રહ્યો છે. National Highways & Infrastructure Development Corporation Limitedના એમ. ડી મહમૂદ અહેમદે આ અંગે કહ્યું કે હવે અમે એ તબક્કામાં આવી ગયા છીએ કે જ્યાં 2-3 વધુ વિકસ્પો પર કામ શરૂ કરી દીધુ છે. અમે SJVNLને વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ડ્રિલિંગ 1 મીટરથી 1.2 વ્યાસ માટે કરવામાં આવ્યું છે. અમે એવી જગ્યાઓ ઓળખી કાઢી છે જ્યાં ડ્રિલિંગ વધુ સારી રીતે થઈ શકે. લગભગ એક મીટર સુધી ડ્રિલિંગ પૂર્ણ થયું છે. અમે એક સ્થાન ઓળખી કાઢ્યું છે જ્યાં કુલ 86 મીટર ડ્રિલિંગ કરવાનું છે. 15 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. અમને લાગે છે કે અમે તે આગામી 2 દિવસમાં કરીશું.

15 દિવસમાં સફળ થશે હોરિઝોન્ટલ ડ્રિલિંગ

મહમૂદ અહેમદે જણાવ્યું કે કોંક્રીટ બેડિંગ પર કામ શરૂ થઈ ગયું છે. અમે હવેથી વધુ બે દિવસની આશા રાખીએ છીએ. તે એક લાંબી પ્રક્રિયા છે. અમારું લક્ષ્ય છે કે આ હોરીઝોન્ટલ ડ્રિલિંગને સફળ થવામાં 15 દિવસનો સમય લાગશે. અમે ડ્રિફ્ટ ટનલ પણ બનાવવા માંગીએ છીએ. તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે અને તેને મંજૂરી મળી ગઈ છે. અમે ઘણી રીતે કામ કરી રહ્યા છીએ. બારકોટ બાજુથી કામ કરવામાં મુશ્કેલીઓ છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની કામગીરી ડ્રિલ કરવા માટે વપરાતું અમેરિકન ઓગર મશીન તૂટી જવાને કારણે ખોરવાઈ ગયા બાદ હવે ચાર યોજનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.


શું છે પ્રથમ વિકલ્પ ?

ચારધામ યાત્રાના રૂટ પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેના કારણે તેમાં કામ કરી રહેલા 41 કામદારો ફસાયા હતા અને તેમના સુધી પહોંચવાના પ્રયાસોમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે સુરંગમાંથી ફસાયેલા કામદારોને બહાર કાઢવાની પ્રથમ યોજનામાં ઓગર મશીનના અટવાયેલા ભાગને કાપીને દૂર કરવામાં આવશે, ત્યારબાદ કામદારો નાના સાધનોનો ઉપયોગ કરીને કાટમાળને હાથથી ખોદશે.


શું છે બીજો વિકલ્પ?

તેમણે કહ્યું કે બીજી યોજનામાં ટનલના ઉપરના વિસ્તારમાં 82 મીટરનું વર્ટિકલ ખોદકામ કરવામાં આવશે અને આ માટે મશીનનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને મશીનનો એક ભાગ પણ ત્યાં લઈ જવામાં આવ્યો છે. તેમના મતે આ યોજના પર કામ રવિવારથી શરૂ થઈ શકે છે.


શું છે ત્રીજી યોજના?

અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજી યોજના હેઠળ સુરંગના બારકોટ છેડેથી ખોદકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને તે લગભગ 500 મીટરનો પટ છે અને આ કામગીરીમાં 12 થી 13 દિવસનો સમય લાગવાનો પણ અંદાજ છે.


શું છે ચોથી યોજના ?

તેમણે કહ્યું કે ચોથી યોજનામાં સુરંગની બંને બાજુ સમાંતર (હોરિઝોન્ટલ) ડ્રિલિંગ કરવામાં આવશે અને તેનો સર્વે પણ થઈ ગયો છે અને આ પ્લાન પર રવિવારે પણ કામ શરૂ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રિલિંગ દરમિયાન અમેરિકન ઓગર મશીન બેરિયરને અથડાયા બાદ તૂટી ગયું અને તેનો 45 મીટર 800 એમએમ પાઇપની અંદર ફસાઈ ગયો.


  • Follow us on: