• ડેપ્યુટી સ્પીકર પદને લઇને હવે ચર્ચા શરૂ
  • શું એનડીએ પોતાની પાસે જ રાખશે આ પદ ?
  • વિપક્ષ થઇ શકે છે નારાજ

ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર બન્યા છે પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે એનડીએ આ પદ પણ પોતાની પાસે જ રાખશે વિપક્ષને આપશે નહી. એનડીએના આ સ્ટેન્ડથી સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ વધવાની પણ સંભાવના છે.

શું NDA ડેપ્યુટી સ્પીકરનું પદ પણ રાખશે?

મળતા અહેવાલ મુજબ NDA ટૂંક સમયમાં ડેપ્યુટી સ્પીકર પદ માટે નામની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયને કારણે વિપક્ષ ફરી એકવાર કડક વલણ અપનાવી શકે છે. જો કે એનડીએના નેતૃત્વવાળી ભાજપ સરકારની મજબૂરી પણ હોવાનું કહેવાઇ રહ્યું છે. કારણ કે તેના માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જેવા સાથી પક્ષોને ખુશ રાખવાનો પણ પ્રશ્ન છે. જો કે સરકારની રચના પહેલા બંનેની નજર સ્પીકર પદ પર હતી પરંતુ તે સમયે ભાજપે ઝુકવાની ના પાડી દીધી હતી.

કોણ હશે ડે.સ્પીકર ?

એવી અટકળો છે કે આ વખતે ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીને આ પદ મળી શકે છે. જ્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એનડીએ સત્તામાં હતું ત્યારે ટીડીપીના જીએમસી બાલયોગી સ્પીકર હતા અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હવે આ પદ તેમના પુત્ર હરીશ બાલયોગીને જશે. ટીડીપીમાં વિશ્વાસ દર્શાવવા અને એનડીએમાં આંતરિક સુમેળ જાળવવા માટે સરકાર આવું કરી શકે છે. મહત્વનું છે કે અગાઉ વિપક્ષ પ્રોટેમ સ્પીકર મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ ડેપ્યુટી સ્પીકર પદ માટે પ્રયાસ ચાલુ રાખ્યા.


  • Follow us on: