D એ ઓનલાઈન ગેમિંગ એપ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ લગભગ 25 કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી છે. EDએ FIEWIN ગેમિંગ એપ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. આ સિવાય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન ગેમિંગ એપ FIEWIN માં ચીની નાગરિકોના ક્રિપ્ટો એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દીધા છે.
આરોપ છે કે આ ગેમિંગ એપ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેમિંગ એપ દ્વારા ભારતથી ચીનમાં 400 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. હાલમાં, ED મની લોન્ડરિંગનું પગેરું શોધવાનો પણ પ્રયાસ કરી રહી છે.
ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું ષડયંત્ર
પ્રથમ વખત, EDએ ઓનલાઈન ગેમિંગ એપ FIEWIN ના ચીની નાગરિકોના ક્રિપ્ટો એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા છે. EDએ ત્રણ ચીની નાગરિકોના 3 ક્રિપ્ટો એકાઉન્ટ જપ્ત કર્યા છે. ED દ્વારા આશરે રૂ. 25 કરોડના ક્રિપ્ટો એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા છે. EDએ પોતાની તપાસમાં જણાવ્યું છે કે આ ગેમિંગ એપ દ્વારા ભારતમાંથી 400 કરોડ રૂપિયા ચીન પહોંચ્યા છે.
ચાર ભારતીય નાગરિકોની પણ ધરપકડ
EDએ આ કેસમાં ચાર ભારતીય નાગરિકોની પણ ધરપકડ કરી છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેમિંગ એપ દ્વારા ચીની મૂળના નાગરિકોએ ભારતમાં ધૂમ મચાવી છે અને લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું.