• ભ્રષ્ટાચારીઓ સામે એજન્સીઓની કાર્યવાહી અટકશે નહીંઃ PM મોદી
  • PM મોદીની એક દિવસમાં 2-3 રાજ્યોમાં ચૂંટણી રેલી અને જાહેર સભા
  • 2014 પછી છેલ્લા 10 વર્ષમાં EDએ રૂ. 1 લાખ કરોડની મિલકતો જપ્ત કરી

લોકસભા ચૂંટણી પહેલા PM મોદી જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. PM મોદી એક દિવસમાં રાજ્યોના 2 થી 3 અલગ-અલગ શહેરોની મુલાકાત લેશે અને ચૂંટણી રેલીઓ અને જાહેર સભાઓને સંબોધશે. આ સાથે જ PM મોદીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ તપાસ એજન્સીઓની કાર્યવાહી ચાલી રહી છે અને આ કાર્યવાહી હવે અટકશે નહીં.

ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સાથે જનતાના કલ્યાણ સરકાર સજ્જ

વધુમાં, PM મોદીએ વધુમાં કહ્યું કે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સાથે જનતાના કલ્યાણ માટે કરવામાં આવતાં કામોમાં કોઈ ઢીલી ન થઈ શકે. PM મોદી કહ્યું કે, 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યો ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક સ્તરે લડાઈ શરૂ કરવામાં આવી હતી, અને અમારી સરકારે આવા 10 કરોડથી વધુ નકલી લાભાર્થીઓને કાગળોમાંથી કાઢી નાખ્યા અને તેમને બહાર ફેંકી દીધાં. જેના કારણે 3.25 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા.

છેલ્લા 10 વર્ષમાં EDએ રૂ. 1 લાખ કરોડની મિલકતો જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી પર નિવેદન આપતાં PM મોદીએ કહ્યું કે, 2014 સુધી EDએ માત્ર 5 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જ જપ્ત કરી હતી. પરંતુ 2014 પછી છેલ્લા 10 વર્ષમાં EDએ રૂ. 1 લાખ કરોડની મિલકતો જપ્ત કરી છે. 2014 પહેલા EDએ માત્ર 34 લાખ રૂપિયા જપ્ત કર્યા હતાં. પરંતુ, આ સરકારમાં આ આંકડો 2200 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

જ્યારે PM મોદીને પૂછવામાં આવ્યું કે, આ ચૂંટણીમાં કેમ કોઈ ઉત્સાહ કે કોઈ લહેર નથી. આ સવાલ પર વિપક્ષ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું કે, વિપક્ષે પણ સ્વીકારી લીધું છે કે, માત્ર NDA સરકાર જ આવશે. આજે આપણું ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. 500 વર્ષની રાહ જોયા બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ની બેડીઓ છૂટી ગઈ છે.

કેન્દ્ર સરકારે ઇથેનોલ ડિસ્ટિલરીમાં રૂ. 40 હજાર કરોડનું રોકાણ કર્યું

PM મોદીએ વધુમાં કહ્યું કે, પહેલીવાર દેશની જનતાને ભાજપ અને કોંગ્રેસના મોડલની સરખામણી કરવાની સ્પષ્ટ તક મળી છે. ઇથેનોલ સંમિશ્રણનું મહત્વ સમજાવતા PM મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ઇથેનોલ ડિસ્ટિલરીમાં રૂ. 40 હજાર કરોડનું રોકાણ કર્યું છે. અમે અશ્મિભૂત ઇંધણ પરની આપણી નિર્ભરતા ઘટાડી રહ્યા છીએ.

  • Follow us on: