- મણિપુરના ઇમ્ફાલના પૂર્વ વિસ્તારમાં હિંસા વધુ ઉગ્ર બની
- 2 જૂથ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગમાં 2 લોકોએ જીવ ગૂમાવ્યા
- માહિતી મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવાયો
મણિપુરમાં દિવસેને દિવસે હિંસા વધુ ઉગ્ર થતી જાય છે. તેવામાં મણિપુરના ઇમ્ફાલના પૂર્વ વિસ્તારમાં 2 જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂથ ઘર્ષણમાં 2 લોકોના મોત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.
મળતી માહિતી મુજબ, અગમ્ય કારણોસર 2 જૂથો વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. જેમાં મામલો બીચકાતા જૂથો વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગની માહિતી મળતાની સાથે જ રાજ્યની સુરક્ષા ટીમ અને કેન્દ્રીય દળોને મોકલવામાં આવ્યા હતા. તેમણે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ફાયરિંગમાં માર્યા ગયેલા બે લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી, જ્યારે પોલીસ અજાણ્યા જૂથને પણ શોધી રહી છે.













