• સંદેશખાલી કેસ મામલે CBIએ તપાસનો ધમધમાટ કર્યો શરૂ
  • હાઈકોર્ટના આદેશ બાદ CBIએ ઈમેલ ID કર્યું હતું જાહેર
  • [email protected] પર નોંધાવી શકે છે ફરિયાદ

સંદેશખાલી કેસ મામલે મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CBIએ તપાસની શરૂઆતના પહેલા જ દિવસે સંદેશખાલીમાં મહિલાઓ વિરૂદ્ધ ગુના અને જમીન પચાવી પાડવાના કેસમાં 50 ફરિયાદો મળી છે.

સંદેશખાલી કેસ મામલે પ્રથમ દિવસે CBIને 50 ફરિયાદો મળી 

મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓનો રોષ અટકવાનું નામ નથી લઇ રહ્યો, તેવામાં CBIએ તપાસની શરૂઆતના પહેલા જ દિવસે સંદેશખાલીમાં મહિલાઓ વિરૂદ્ધ ગુના અને જમીન પચાવી પાડવાના કેસમાં 50 ફરિયાદો મળી છે. હાઈકોર્ટના 10 એપ્રિલ, 2024ના રોજ CBIને આપેલા આદેશને પગલે લોકો ફરિયાદો નોંધાવવા માટે એક વિશેષ ઈમેલ આઈડી [email protected] શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે CBIને આ મેઈલ ID પર મેઈલ થકી મહિલાઓ અને જમીન સંબંધિત 50 જેટલી ફરિયાદો મળી છે. CBIના સૂત્રોના જણાવ્યા મુજબ, લોકોને અપીલ કર્યા બાદ મેઈલ દ્વારા 50 જેટલી ફરિયાદો મળી છે, જોકે પહેલા CBI આ ફરિયાદોની ખરાઈ કરશે, શું આ ખરેખર સાચી ફરિયાદો છે? શું સાચા કેસો છે? સમગ્ર મામલે ચકાસણી કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

હાઈકોર્ટના આદેશ બાદ CBIની તપાસ તેજ

આ પહેલા સંદેશખાલીમાં મહિલાઓની ઉત્પીડન અને ED અધિકારીઓ પર હુમલા બાદ CBIએ શેખ શાહજહાં અને તેના સહયોગીઓની ધરપકડ કરી હતી. આ પછી 10 એપ્રિલે હાઈકોર્ટે આદેશ જારી કરીને કહ્યું હતું કે, CBI સંદેશખાલીમાં મહિલાઓ અને જમીન સંબંધિત ગુનાઓના વધુ કેસની તપાસ કરે. હાઈકોર્ટના આદેશ બાદ CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રથમ દિવસે CBIને ઈમેલ પર 50 ફરિયાદો મળી છે. હવે આ તમામ ફરિયાદોની ચકાસણી કરવામાં આવશે અને ફરિયાદ સાચી જણાશે. તેના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: