- ખંડણીના કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે આપ્યો ચુકાદો
- દાઉદનો ભત્રીજો રિઝવાન સહિત ત્રણને નિર્દોષ જાહેર
- રિઝવાન સહિત 2 ઉદ્યોગપતિઓનો માર્ગ થયો મોકળો
મુંબઈની સ્પેશિયલ કોર્ટે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા મોહમ્મદ રિઝવાન શેખ ઈબ્રાહિમ, અહેમદરાજા વધારિયા અને અશફાક તૌવાલાને નિર્દોષ જાહેર કર્યા છે. બિઝનેસમેનને ધમકાવવાનો અને કરાચી સ્થિત ગેંગસ્ટર ફહીમ મચમચ પાસેથી પૈસાની માંગ કરવાનો આરોપ હતો.
દાઉદનો ભત્રીજો રિઝવાન સહિત ત્રણને નિર્દોષ જાહેર
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની એક વિશેષ અદાલતે શુક્રવારે ભાગેડુ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અને અન્ય બેને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 2019માં, ખંડણીના કેસમાં આ તમામ સામે MCOCA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વિશેષ ન્યાયાધીશ બીડી શેલ્કે ગેંગસ્ટરના ભત્રીજા મોહમ્મદ રિઝવાન શેખ ઈબ્રાહિમ, અહેમદરાજા વધારિયા અને અશફાક તૌવાલાને નિર્દોષ જાહેર કર્યા હતા.
રિઝવાન સહિત 2 ઉદ્યોગપતિઓનો માર્ગ થયો મોકળો
સમગ્ર મામલે કહેવામાં આવી રહ્યું છે કે, દાઉદના જમણા હાથ છોટા શકીલની સૂચના પર ગેંગસ્ટર ફહીમ મચમચે તેને બિઝનેસ ટ્રાન્ઝેક્શનને લઈને ફોન પર ધમકી આપી હતી. એક વેપારી 15 લાખ 50 રૂપિયાની રકમ ચૂકવતો ન હતો. આરોપ છે કે, બિઝનેસમેન અહેમદરાજા અફરોઝ વધારિયા, અશફાક તૌવાલા અને ઈકબાલ કાસકરના પુત્ર રિઝવાનએ બિઝનેસમેનને ફહીમ મચમચથી ધમકી આપી હતી.
બિલ્ડરોને ધમકાવ્યા હોવાનો આરોપ
બિલ્ડરને ધમકી આપવા બદલ દાઉદના ભત્રીજા સહિત ત્રણ લોકો સામે 2019માં કેસ નોંધવામાં આવ્યો હતો. બિલ્ડર, જેઓ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ આયાત કરવાનો પણ વ્યવસાય ધરાવતા હતા, તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેના બિઝનેસ પાર્ટનર પર તેના 15 લાખ રૂપિયા બાકી છે અને જૂન 2019માં તેને ગેંગ મેમ્બર ફહીમ મચમચ મારફત ગેંગસ્ટર છોટા શકીલનો આંતરરાષ્ટ્રીય કોલ આવ્યો હતો. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે તમામ આરોપીઓ સામે ફોન કોલ રેકોર્ડિંગ અને CDR સહિતના ઘણા પુરાવા મળ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટોવેલવાલાએ અન્ય આરોપીઓ સાથે તેણે કરેલા ગુનાનો ખુલાસો કરતું કબૂલાતનું નિવેદન પણ આપ્યું હતું.