બપોરના 12 વાગ્યા સુધીના તમામ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો..સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આદિશ અગ્રવાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો સામે ઉપદ્રવ અને સામાન્ય નાગરિકોના જીવનને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવીને તેમની સામે સંજ્ઞાન અને કાર્યવાહીની માંગ કરી છે. તેમજ આજે શ્રીલંકન નેવીએ તામિલનાડુના 18 કેદ ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ સિવાયના મહત્ત્વના સમાચારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આવતીકાલે (14 ફેબ્રુઆરી) રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. ગુજરાતના સમાચારની વાત કરીએ તો જુનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણના મુદ્દે ભાષણ માટે રૂ. 40 હજાર રોકડા ચૂકવ્યાનો ખુલાસો થયો છે. વધુમાં સ્પોર્ટ્સની વાત કરીએ ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે અબુધાબીથી ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના હાથે બીજી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લિશ ટીમ પ્રેક્ટિસ માટે અબુધાબી ગઈ હતી. તે સિવાય બિઝનેસની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે અને મિડકેપ શેર્સમાં ઉછાળાને કારણે માર્કેટને ઓપનિંગમાં સપોર્ટ મળ્યો છે. આ સિવાયના તમામ મહત્ત્વના સમાચારો જાણો એક ક્લિક પર


સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ખેડૂતોનો દિલ્હી કૂચ મામલો,બાર એસોસિએશને CJIને લખ્યો પત્ર

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ આદિશ અગ્રવાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો સામે ઉપદ્રવ અને સામાન્ય નાગરિકોના જીવનને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવીને તેમની સામે સંજ્ઞાન અને કાર્યવાહીની માંગ કરી છે.

સોનિયા ગાંધી આવતી કાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આવતીકાલે (14 ફેબ્રુઆરી) રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. સોનિયા રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે. તમને હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે.

શ્રીલંકન નેવીએ રામેશ્વરમથી ધરપકડ કરાયેલા 18 માછીમારોને મુક્ત કર્યા

આજે દેશના તામિલનાડુમાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 18 કેદ ભારતીય માછીમારોને હવે જ છોડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શ્રીલંકાની નૌકાદળ દ્વારા આ 18 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓ મંગળવારે સ્વદેશ પરત ફર્યા છે. આ દેશ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય.

કોટા,હોસ્ટેલના રૂમમાં પંખે લટકેલો મળ્યો વિદ્યાર્થી,વર્ષની શરૂઆતમાં 4થી આત્મહત્યા

રાજસ્થાનનું કોટા શહેર જ્યાં કેટલાયે વિદ્યાર્થીઓ સપના સજાવીને ભવિષ્યની કેડી કંડારવા આવે. કેટલાયે વિદ્યાર્થીઓ સફળ થાય છે પણ કોટામાં જે રીતે વારંવાર વિદ્યાર્થીઓના આત્મહત્યાના સમાચાર આવે છે માતા-પિતા, બાળકો તેમજ સોસાયટીએ એકવાર વિચારવુ રહ્યુ કે આપણે કઇ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ. રાજસ્થાનના કોટામાં વધુ એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષનો આ ચોથો કેસ છે.

ન્યૂયોર્કના સીટી સબવે સ્ટેશન પર ફાયરિંગની ઘટના, યાત્રીઓમાં ભયની લાગણી, 1નું મોત

અમેરિકાના ન્યૂયોર્કમાં બ્રોંક્સના એક સબવે સ્ટેશન પર અનેક લોકોને ગોળી મારવાની ઘટના સામે આવી છે. સીટી પોલીસે આપેલી માહિતિ અનુસાર ગોળી વાગવાના કારણે છ લોકો ઘાયલ થયા છે. આ સાથે જ એક વ્યકિતનું મોત પણ નીપજ્યું છે. અન્ય 5 લોકોને ગંભીર ઈજા થઈ છે. મળી રહેલી માહિતિ અનુસાર કેટલા લોકોને ગોળી મારવામાં આવી છે તેને લઈને કોઈ જાણકારી મળી નથી અને સાથે કોઈ પીડિત વ્યક્તિની પણ જાણકારી સામે આવી નથી. એ પણ ખ્યાલ આવી રહ્યો નથી કે આરોપીને પોલીસ પકડી શકી છે કે નહીં.

વિશ્વ રેડિયો દિવસ 13 ફેબ્રુઆરીએ કેમ ઊજવાય છે? જાણો રેડિયોની રસપ્રદ માહિતી

વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. અહીં જાણો આ દિવસના ઈતિહાસ વિશે, રેડિયો ડે માટે 13 ફેબ્રુઆરીની તારીખ પસંદ કરવાનું કારણ, થીમ અને રેડિયો સંબંધિત રસપ્રદ માહિતી. આજના સમયમાં અલબત્ત, તમે દરેક ક્ષણના સમાચારો સ્માર્ટ ફોન દ્વારા જાણી શકો છો, પરંતુ એક સમય હતો જ્યારે રેડિયો દેશ અને વિશ્વ સાથે સંબંધિત માહિતીનો મુખ્ય સ્ત્રોત હતો. જો ભારતમાં રેડિયોની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં કોંગ્રેસ રેડિયો અને આઝાદ હિંદ રેડિયો વગેરે દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ થતું હતું. આટલું જ નહીં 15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેની જાહેરાત પણ રેડિયો પર કરવામાં આવી હતી. તે સમયે પંડિત જવાહરલાલ નેહરુએ એક ભાષણ આપ્યું હતું જે 'ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની' તરીકે ઓળખાય છે.

વડાપ્રધાન મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી છે. PM મોદી 24 ફેબ્રુઆરીએ દ્વારકાના પ્રવાસે આવશે. તેમજ 25મી એ PM મોદી દ્વારકાથી સીધા રાજકોટ AIIMS જશે. તેમજ AIIMSનું લોકાર્પણ કરી PM રેસકોર્સમાં સભા સંબોધશે.

મૌલાના અઝહરીના ભડકાઉ ભાષણ માટે રૂ. 40 હજાર રોકડા ચૂકવ્યાનો ખુલાસો

જુનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણના મુદ્દે ભાષણ માટે રૂ. 40 હજાર રોકડા ચૂકવ્યાનો ખુલાસો થયો છે. જેમાં 31 જાન્યુઆરીએ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમાં મૌલાના અઝહરી અને બે સ્થાનિક આયોજકો સામે ફરિયાદ થઇ છે. તેમાં મૌલાના અઝહરીનો શરતી જામીન પર છુટકારો થયો હતો.

સુરતમાં SVNITના પદવીદાનમાં કોરોના પોઝિટિવ પ્રોફેસર પ્રમોદ મથુર સ્ટેજ પર પહોંચ્યા

સુરતમાં SVNITના પદવીદાનમાં કોરોના પોઝિટિવ પ્રોફેસર આવ્યા હતા. જેમાં કોરોના પોઝિટિવ પ્રોફેસર પ્રમોદ મથુર સ્ટેજ પર પહોંચ્યા હતા. કોરોના પોઝિટિવ હોવા છતાં પ્રોફેસર કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. SMCની ટીમે આઇસોલેટ કર્યા છતાં કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ICCએ અંડર-19 વર્લ્ડકપની 'ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ'ની કરી જાહેરાત,ભારતના 4 ખેલાડી સામેલ

2023 વર્લ્ડ કપની જેમ 2024 અંડર -19 વર્લ્ડકપમાં પણ કાંગારુઓએ ફાઈનલમાં ભારતને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. 14 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાઈ ટીમે અંડર -19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. કાંગારુઓએ પહેલીવાર ફાઈનલમાં ભારતને હરાવવામાં સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પ્રબળ દાવેદાર માનવામાં આવતી ટીમ ઈન્ડિયાને 79 રનથી હરાવ્યું છે. જો કે ફાઈનલ પહેલા ભારતીય ટીમને ટૂર્નામેન્ટમાં કોઈ હરાવી શક્યુ નથી. હવે આઈસીસીએ ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટની જાહેરાત કરી છે. આ ટીમમાં 4 ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે.

રાજકોટમાં ઈંગ્લેન્ડના આ ખેલાડીને એરપોર્ટ પર અટકાવાયો, જાણો શું છે કારણ

ઈંગ્લેન્ડની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ માટે અબુધાબીથી ભારત પરત ફરી છે. ટીમ ઈન્ડિયાના હાથે બીજી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લિશ ટીમ પ્રેક્ટિસ માટે અબુધાબી ગઈ હતી. ત્રીજી ટેસ્ટ શરૂ થવાનો સમય હોવાથી સ્ટોક્સ એન્ડ કંપનીએ ભારતમાં પ્રેક્ટિસ કરવાને બદલે અબુ ધાબી જઈને પરસેવો પાડવો વધુ સારું માન્યું. જો કે, હવે ટીમ રાજકોટ પરત ફરી છે, જ્યાં 15 ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાશે. જો કે, ભારત પરત ફર્યા બાદ ફરીથી ઈંગ્લેન્ડના એક ખેલાડી સાથે સમસ્યા ઉભી થઈ છે. તેને એરપોર્ટ પર જ અટકાવવામાં આવ્યો હતો.

મંગળવારે માર્કેટ વધારા સાથે ખૂલ્યા બાદ કડાકો, સેન્સેક્સ 71,187.96 અંકે ઓપન થયો

ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે ટ્રેડિંગ શરૂ થયું છે અને મિડકેપ શેર્સમાં ઉછાળાને કારણે માર્કેટને ઓપનિંગમાં સપોર્ટ મળ્યો છે.આજની વાત કરીએ તો માર્કેટ પ્રી ઓપનિંગ સમયે વધારા સાથે ખૂલ્યું હતું. આ પછી તરત જ પ્રી ઓપનિંગ બાદ 9.31 મિનિટે માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. અને નિફ્ટી અને સેન્સેક્સ બંને રેડ ઝોનમાં આવી ગયા હતા. આ સમયે સેન્સેક્સમાં 0.10% નો ઘટાડો આવ્યો તો નિફ્ટીમાં 0.20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

  • Follow us on: