- લિકર કૌભાંડ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી
- ED તરફથી હાજર રહેલા ASG રાજુએ કેજરીવાલ પર અનેક સવાલો કર્યા
- ચૂંટણીની આડમાં કોઇ રાજકીય વ્યક્તિ ગુનામાંથી છટકી ના શકે: ASG રાજુ
લિકર કૌભાંડ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિવસેને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલના કેસની સુનાવણી દરમિયાન ED તરફથી હાજર રહેલા ASG રાજુએ કહ્યું કે, કેજરીવાલ બેવડું વલણ ધરાવે છે.
"કેજરીવાલનું સ્ટેટમેન્ટ બદલાઇ રહ્યું છે"
મળતી માહિતી મુજબ દિલ્હી હાઇકોર્ટમાં CM અરવિંદ કેજરીવાલના કેસની સુનાવણી દરમિયાન ED તરફથી ASG રાજુએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ બેવડું વલણ ધરાવે છે. કેજરીવાલે પોતે નીચલી કોર્ટમાં કહ્યું છે કે, જો કોર્ટ ઇચ્છે તો તેને રિમાન્ડ પર મોકલી શકે છે. પરંતુ અહીં તે પોતે જ તેને રિમાન્ડ પર મોકલવાના આદેશને પડકારી રહ્યો છે. આ કેજરીવાલનું બેવડું વલણ છે. આ અરજીની આડમાં જામીન અરજી છે. PMLAની કલમ 45 રદ્દ માટે આ જામીન અરજી સિવાય બીજું કંઈ નથી.
ED સમક્ષ ASG રાજુએ કહ્યું હતું કે, એ બોલવું ખોટું હશે કે ચૂંટણી સમયે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ED લાંબા સમયથી આ કેસમાં તપાસ કરી રહી હતી. જોકે કેજરીવાલનું સ્ટેટમેન્ટ બદલાઇ રહ્યું છે. તે એક સંતની જેમ ગોળગોળ વાત ફેરવી રહ્યા છે. EDએ ખૂબ જ મહેનતથી કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા છે.
"ચૂંટણીની આડમાં કોઇ રાજકીય વ્યક્તિ ગુનામાંથી છટકી ના શકે"
લિકર કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પત્નીને જાણ પણ કરવામાં આવી હતી. 24 કલાકમાં કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ASG રાજુએ આકરા પ્રહારો સાથે કહ્યું હતું કે, રાજકીય વ્યક્તિ ચૂંટણીના 2 દિવસ પહેલા હત્યા કરે તો શું તે કહી શકે કે ચૂંટણી છે અને મારી ધરપકડ ન થઈ શકે? સામાન્ય માણસ ગુનો કરે તો જેલમાં જાય છે. પણ તેઓ મુખ્યમંત્રી છે, તેમની ધરપકડ નહીં થાય..! આ શું દલીલ છે? તમે દેશને લૂંટશો અને ચૂંટણીઓ હોવાથી તમને કોઈ ધરપકડ નહીં કરે તે થઇ ના થશે તે યાદ રાખવું જોઇએ.
આ કેસમાં ઘણા આરોપીઓની જામીન અરજી ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આનો અર્થ એ છે કે આ કેસમાં એવું જોવામાં આવી રહ્યું છે કે, પુરાવા અને તર્ક માટે અનેક તપાસ થવી જોઇએ. આમ, આવી કોર્ટમાં દલીલોને જોતા લાગી રહ્યું છે કે, કેજરીવાની હજુ પણ દિવસેને દિવસે મુશ્કેલીઓ વધશે અને તેના વિરુદ્ધ અનેક પુરાવાઓ ED કોર્ટ સમક્ષ મુકશે. જોકે કોર્ટની સુનાવણી બાદ જ કહી શકાય કે કેજરીવાલ આ કેસમાંથી કરી રીતે પોતાનો રસ્તો શોધે છે.