- સોલર રૂફ ટોપ યોજના અંગે જાહેરાત
- સરકાર 1 કરોડ પરિવારને આ સુવિધા આપશે
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કરી હતી જાહેરાત
બજેટમાં સૌથી વધુ ચર્ચા 1 કરોડ પરિવારને મફત વીજળી અંગે થઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું. લગભગ એક કલાક સુધી ચાલેલા તેમના ભાષણમાં નિર્મલા સીતારમણે એવી કોઈ જાહેરાત કરી ન હતી. જો કે, સરકારે 1 કરોડ પરિવારોને દર મહિને 300 મફત યુનિટ વીજળી આપવાની જાહેરાત કરી છે.
સરકાર 1 કરોડ પરિવારને આ સુવિધા કેવી રીતે પૂરી પાડશે તે પણ સમજવાની કોશિશ કરીએ. નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ પોતાના ભાષણમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રૂફ-ટોપ સોલારાઇઝેશન દ્વારા 1 કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે.
સોલર પાવરનો લાભ
નિર્મલા સીતારમણે કહ્યું કે, ઘરોને મફત સોલાર પાવર આપીને અને વધારાની રકમ ડિસ્કોમને વેચીને રૂ. 15,000-18,000ની બચત થશે. ગયા મહિને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ ઘરોમાં છત પર સૌર ઊર્જા સ્થાપિત કરવાની કેન્દ્રની યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોને વીજળી પૂરી પાડવાનો છે
નોંધનીય છેકે, વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ઐતિહાસિક સોલર રૂફ ટોપ યોજના અંગે જાહેરાત કરી હતી. જેના સાથે જ સોલર રૂફ ટોપની મહત્વની જાહેરાતને આગામી સમયમાં વધુ લાભદાયી બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. 50 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. જેનાથી પણ લોકોને વધુ લાભ મળશે.