• ભારતીય વાયુદળ વધારે શક્તિશાળી બનશે
  • સ્પેઈન પહોંચ્યા ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ
  • યુદ્ધમાં દુશ્મનોના દાંત ખાટા કરી દેશે

દેશના વાયુદળની પાંખ વિસ્તરી છે અને મજબુત પણ બની છે. જેના કારણ હેવ દેશના એરફોર્સ વિંગની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. સ્પેઈન ટૂંક જ સમયમાં પહેલું C-295 સૈન્ય વિમાન ભારતમાં લેન્ડ કરીને ભારતને સોંપશે. આ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ વિમાનને લેવા માટે સ્પેઈન પહોંચી ગયા છે. એમની સાથે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ પાસેથી 56 C-295 વિમાન અંગે સોદો કર્યો હતો. જે હવે Avro 748નું સ્થાન લેશે.

ચાર વર્ષમાં 16 વિમાન પર સમજૂતી

સ્પેઈન પાસેથી ભારતને કુલ 16 C-295 વિમાન મળશે. જે ભારતની એરફોર્સ વિંગમાં વધારો કરશે. બાકીના 40 વિમાનોનું ઉત્પાદન ગુજરાતના મહાનગર વડોદરામાં કરવામાં આવશે. શક્યતાઓ એવી પણ છે કે, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેઝ પર તારીખ 25 સપ્ટેમ્બરના રોજ આ વિમાન લેન્ડ થઈ શકે છે. ભારત તરફથી આ ડીલ 21000 કરોડ રૂપિયામાં કરવામાં આવી હતી. આ સમજૂતી અંતર્ગત ચાર વર્ષમાં 16 વિમાન આપવામાં આવશે. જોકે, આ અંગે ચોક્કસ નિયમોને પણ અનુસરવામાં આવશે.

શું કહે છે ડીલ સાથે જોડાયેલા અધિકારી

ડીલ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે, ભારતને બીજુ યુદ્ધ વિમાન C295 વર્ષ 2024 સુધીમાં મળી જશે. જેને ડાયરેક્ટ સર્વિસમાં મૂકી શકાશે. જ્યારે અન્ય 16 વિમાન ભારતીય વાયુસેનાને ઓગસ્ટ 2025 સુધીમાં મળી જશે. ભારત તૈયાર થનારૂ પહેલું સ્વદેશી વિમાન સપ્ટેમ્બર 2026 સુધીમાં મળી જશે. અન્ય 39 વિમાન ઓગસ્ટ 2031 સુધીમાં મળી જાય એવી આશા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ ગત વર્ષે 30 ઑક્ટોબરના રોજ આ અંગેના એક પ્રોજેક્ટને લીલીઝંડી આપી હતી. આત્મનિર્ભર ભારત અંતર્ગત પહેલી એવી યોજના છે જેમાં વિમાન નિર્માણનું કામ કરવામાં આવે છે. આ યોજના માટે કુલ 21935 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આવી વિશેષતા ધરાવે છે વિમાન

આ યુદ્ધ વિમાન જુદી જુદી સ્થિતિઓમાં રહેલા મિશનને સારી રીતે અંજામ આપી શકે છે. 11 કલાક સુધી તે સતત ઉડાન ભરી શકે છે. આ સાથે ઓછી જગ્યાઓ પરથી પણ સરળતાથી ટેકઓફ થઈ શકે છે. એ માટે લાંબા રનવે ની કોઈ જરૂર નથી. આ ઉપરાંત ટૂંકા રનવે ઉપર પણ સરળતાથી લેન્ડ થઈ શકે છે. રણપ્રદેશ અને સમુદ્રી વાતાવરણ કોઈ પણ યુદ્ધ અભ્યાસમાં સીધા જ ઉપયોગમાં લઈ શકાય છે. 45 પેરા ટ્રુપર્સને કોઈ પણ જગ્યાએ લઈ જવા માટે તે સક્ષમ છે. 480 કિમીની સ્પીડથી તે ઉડી શકે છે.

  • Follow us on: