- બીમારીઓના મૂળને લઈ ICMRનો ચોંકાવનારો રિપોર્ટ
- 56% બીમારીઓમાં અનિયમિત ખાનપાન કારણભૂત
- અનિયમિત ખાનપાનથી વિવિધ બીમારીઓ થઈ શકે
સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર જરૂરી છે. પૂરતા વિટામિન્સ, મિનરલ્સ ભોજનમાં હોવા જરૂરી છે. પરંતુ આજકાલના ફાસ્ટ યુગમાં ફાસ્ટફૂડનું ચલણ એટલુ વધ્યુ છે કે લોકોમાં પોષક તત્વોની ઉણપ વર્તાવા લાગી છે. ત્યારે ICMRએ મોટાપા અને ડાયાબિટીસ જેવા રોગોથી બટવા માટે 17 દિશા સૂચનો જાહેર કર્યા છે.
હેલ્ધી ફૂડ અપનાવવા કર્યુ સૂચન
જેમાં કહેવામાં આવ્યું છે કે તંદુરસ્ત જીવનશૈલીને અનુસરીને અકાળ મૃત્યુને અટકાવી શકાય છે. ખાંડ અને ચરબીવાળા ખોરાકના વધુ પડતા વપરાશ અને બેઠાડા જીવનને કારણ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ અને વધુ વજનની સમસ્યાઓ અને વિવિધ પ્રકારના ખોરાકની મર્યાદિત પહોંચને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે.નેશનલ ઇસ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશિયને મીઠાનું સેવન ઓછુ કરવા, ઓઇલ તથા ફેટનો ઉપયોગ ઘટાડવા, કસરત કરવા તથા ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરવા માટે વિનંતી કરી છે. આ સાથે જ સ્થૂળતાને રોકવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનું અને ફૂડ લેબલ વાંચીને અને હેલ્ધી ફૂડના વિકલ્પો પસંદ કરીને માહિતી મેળવવાનું પણ સૂચન કર્યું હતું.
DGIએ જાહેર કરી માર્ગદર્શિકા
ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા (DGIs) ICMR-NIN ના નિયામક ડૉ. હેમલતા આરની આગેવાની હેઠળ નિષ્ણાંતોની બહુ-શિસ્ત સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેની બહુવિધ વૈજ્ઞાનિક સમીક્ષાઓ કરવામાં આવી છે. DGI માં સત્તર માર્ગદર્શિકા જાહેર કરી છે. ડો. હેમલતાએ કહ્યું કે DGI દ્વારા અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે તમામ પ્રકારના કુપોષણનો સૌથી વધુ તાર્કિક, ટકાઉ અને લાંબા ગાળાનો ઉકેલ એ પોષક તત્વોથી ભરપૂર ખોરાકની ઉપલબ્ધતા, સુલભતા અને પોષણક્ષમતા છે. ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીયોની આહારની આદતોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે, જેના કારણે બિનચેપી રોગોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે કુપોષણની કેટલીક સમસ્યાઓ હજુ પણ યથાવત છે.
માર્ગદર્શિકામાં શું કરી છે વાત ?
એનિમિયા, અપચો, મોટાપો, ડાયાબિટીઝની થઈ શકે બીમારી
સુગર અને ફેટવાળા ખોરાકથી મોટાપા, ડાયાબિટીઝનું જોખમ
બાળકો પણ ખાનપાનથી બીમારીઓના બની રહ્યા છે ભોગ
ભારતીય લોકો માટે ખાનપાનની જાહેર કરી ગાઈડલાઈન
મીઠું અને તેલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ
ઘીના મુકાબલે સરસોનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક