- અસુવિધાઓ ઊભી થતા વંદે ભારતમાં પેકેજડ ફૂડ બંધ
- ઠંડા પીણાની કોઈ બોટલ પણ નહીં મળી શકે
- પીવાના પાણીની બોટલ્સનો સ્ટોક પણ મર્યાદિત કરાયો
છેલ્લા કેટલાક દિવસોથી વંદે ભારતના પ્રવાસીઓની ફરિયાદ સામે આવ્યા બાદ રેલવે વિભાગે પેકેજ્ડ ફૂડના વેચાણ પર બ્રેક મારી દીધી છે. જેમાં બેકરી પ્રોડક્ટ, વેફર્સ અને કોલ્ડ ડ્રિક્સનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ તરફથી એવી વાત કરવામાં આવી હતી કે, આનાથી અસુવિધાઓ ઊભી થઈ રહી છે. રેલવે વિભાગે પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખી પેકેજ્ડ ફૂડના વેચાણ પર બ્રેક મારી દીધી છે.
પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
રેલવે વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર પેકેજ્ડ ફૂડનું વેચાણ આગામી છ મહિના સુધી બંધ રહેશે. આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં એવી ચોખવટ કરવામાં આવી હતી કે, રેલવેના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત આ નિર્ણય કરવામાં આવ્યો હતો. છ મહિના બાદ આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે. વંદે ભારત ટ્રેનમાં અન્ય પ્રવાસીઓ તરફથી ગંદકી થઈ રહી છે એવી ફરિયાદ બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પેકેજ્ડ ફૂડને લઈને થઈ રહેલી ગંદકીઓ અંગેની ફરિયાદ વધી રહી છે. પ્રવાસીઓની મુખ્ય સમસ્યા પ્રવેશ દ્વારમાં બનેલા સ્ટોરેજને લઈને હતી.
ફ્લાઈટ જેવી સર્વિસ દેવા તૈયાર
ટ્રેનમાં ઓટોમેટેડ ડોર વારંવાર ખૂલી જતા હતા. જેના કારણે પ્રવાસીઓને આવવા-જવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. જેને લીઈને પ્રવાસીઓએ ભારતીય રેલવે વિભાગમાં કાયદેસરની ફરિયાદ કરી હતી. આઈઆરસીટીસીને પણ એક પરિપત્ર રવાના કરવામાં આવ્યો છે. જેથી હવેથી તેઓ કોઈ પ્રકારની અન્ય બોટલ્સનો સ્ટોક પણ નહીં રાખી શકે. માત્ર પાણીની બોટલ્સ જ રાખી શકશે. એક ટ્રિપમાં ચાલી શકે એટલો જ પાણીનો સ્ટોક કરવામાં આવશે. એ જ ટ્રેન જ્યારે બીજી ટ્રિપ કરશે એ સમયે પાણીનો સ્ટોક ફરીથી ભરી દેવામાં આવશે. હવે એરલાઈન્સની માફક અંદર સર્વિસ આપવાની રેલવે વિભાગની તૈયારી છે.