• જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષાને લઇ બેઠકનો ધમધમાટ
  • ઉચ્ચ અધિકારીઓ સાથે અમિત શાહ કરશે બેઠક
  • 16 જૂને ગૃહમંત્રાલયમાં યોજાશે સઘન બેઠક

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલાના કારણે તણાવ છે. છેલ્લા પાંચ દિવસમાં ચાર એન્કાઉન્ટર બાદ કેન્દ્ર સરકાર અહીંની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ ઘાટીની સ્થિતિ અંગે અપડેટ લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 જૂને ફરી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે.

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં સતત આતંકી હુમલા જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ દરમિયાન અમિત શાહે ઘાટીની સ્થિતિ અંગે અપડેટ્સ પણ લીધા હતા અને આતંકવાદને પહોંચી વળવા માટેના ઉપાયો અંગે પણ ચર્ચા કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા માટે 16 જૂને એક મોટી બેઠક બોલાવી

કેન્દ્રીય ગૃહમંત્રીએ હવે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા માટે 16 જૂને એક મોટી બેઠક બોલાવી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઘાટીની સુરક્ષા અને અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ બેઠકમાં NSA અજીત ડોભાલ, IB ચીફ, જમ્મુ-કાશ્મીર એલજી મનોજ સિન્હા, અર્ધલશ્કરી દળોના ડીજી જેવા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે.

જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઇ બેઠક

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરક્ષાને લઇ સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. વડાપ્રધાન મોદીએ પોતાની ટીમને એલર્ટ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ ઘાટીમાં સુરક્ષાને લઈને વાત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ આતંકવાદ વિરોધી કામગીરીની માહિતી લીધી અને સશસ્ત્ર દળોને આતંકવાદ સામે તેમની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો.

  • Follow us on: