73 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને આજે એઇમ્સ હોસ્પિટલમાં ભરતી કર્યા છે. જો કે હાલમાં તેમની તબિયત સ્થિર છે. પીએમ મોદીએ આ અંગે ટ્વિટ કરીને જાણ કરી છે. તેમણે કહ્યું કે મેં એઇમ્સ જઇને જગદીપ ધનખડના ખબર અંતર પૂછ્યા છે.


કેવી છે તબિયત ? 

પીએમ મોદીએ લખ્યું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને જલદીથી સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરું છું. 

2 વાગે કરાયા હતા એડમિટ


મહત્વનું છે કે  ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને વહેલી સવારે દિલ્હી AIIMSના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMS હોસ્પિટલના સૂત્રનું કહેવું છે કે ઉપપ્રમુખ જગદીપ ધનખડને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમની હાલત હાલ સ્થિર છે.જગદીપ ધનખડને અચાનક છાતીમાં દુખાવો-બેચેની થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 73 વર્ષીય ધનખડને શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

ધનખડને AIIMSના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રએ જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ડોકટરોનું એક જૂથ તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

  • Follow us on: