• સ્વતંત્રતા પર્વ અગાઉ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં
  • જમ્મુકાશ્મીરમાં આતંકી હુમલાને લઇને મળી બેઠક
  • રાજનાથ સિંહ અને NSA) અજીત ડોભાલ સહિત દિગ્ગજો રહ્યા ઉપસ્થિત

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકી હુમલા વધી રહ્યા છે. જેને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. ઘાટીમાં ભારતીય સેના પર થઇ રહેલા હુમલાને લઇને કેન્દ્ર સરકારે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, DGMO સહિત સુરક્ષા એજન્સીઓના વડા ઉપસ્થિત રહ્યા છે. દિલ્હી રક્ષા મંત્રાલય ખાતે બેઠક મળી છે. જેમાં સેનાના ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા છે 

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને લઇને બેઠક

મહત્વનું છે કે 15મી ઑગષ્ટે સ્વતંત્રતા પર્વ છે જેના એક દિવસ અગાઉ જ ઘાટીમાં સુરક્ષાને લઇને બેઠક મળી રહી છે. આ બેઠકનો હેતુ જમ્મુ-કાશ્મીરમાં થઈ રહેલા આતંકવાદી હુમલા કેવી રીતે રોકવા અને તેનો સામનો કેવી રીતે કરવો તેને લઇને રણનીતિ બનાવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવી જરૂરી છે. ચૂંટણી પંચની ટીમ આજે જ ગૃહ સચિવને મળવા જઈ રહી છે. ટીમ દ્વારા જમ્મુ કાશ્મીરની સ્થિતિને લઇને જાણકારી આપશે.

ઘાટીમાં વધ્યા છે આતંકી હુમલા

મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાં આ દિવસોમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. આતંકીઓએ સેનાના કાફલાને પણ નિશાન બનાવ્યું. ગયા મહિને ડોડા અને રાજૌરી જેવા જિલ્લાઓમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અનેક અથડામણ થઈ હતી. જુલાઈમાં આતંકવાદીઓએ કઠુઆ જિલ્લામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના અન્ય ભાગોમાં પણ આતંકીઓ એક્ટિવ થયા છે. ત્યારે હવે આતંકીઓના નાકાબ મનસૂબા કેવી રીતે ધ્વસ્ત કરવા તેને લઇને સરકાર યોજના બનાવી રહી છે.

  • Follow us on: