• મેઘાલયમાં ટ્રાઇ સર્વિસિસ ટેબલ ટોપ અભ્યાસ
  • સેનાની ત્રણેય પાંખના વડા રહેશે હાજર
  • ભારત અને શ્રીલંકાની નૌસેના વચ્ચે સૈન્ય સહયોગ વધ્યો

ભારતીય સેનાના બીજા દેશોની સાથે યુદ્ધાભ્યાસ કરીને પોતાનું કૌશલ્ય નિખારવાનો પ્રયાસ કરી રહી છે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અનેકવાર ત્રણેય સેનાઓના સંયુક્ત યુદ્ધ અભ્યાસની કવાયત પર ભાર મૂક્યો છે. આર્મીની સૌથી તાજેતરની પ્રવૃત્તિ અંગે સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે સેનાની ત્રણેય પાંખો - આર્મી, નેવી અને એરફોર્સ - વિવિધ ઓપરેશનલ વિકલ્પો પર ચર્ચા કરી રહી છે. ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન વધારવા માટે મેઘાલયના શિલોંગમાં ઈસ્ટર્ન એર કમાન્ડ ખાતે ટ્રાઇ-સર્વિસ ટેબલ ટોપ એક્સરસાઇઝ પ્રયોગ-23 ચાલી રહ્યો છે.

ત્રણેય સેનાના અધિકારીઓ હાજર રહેશે

સંરક્ષણ અધિકારીએ મેઘાલયમાં ચાલી રહેલા પ્રયોગ-23માં ત્રણેય સેનાના વરિષ્ઠ અધિકારીઓ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નેતૃત્વમાં આગામી બે દિવસ સુધી હાજર રહેશે.શ્રીલંકા અને ભારતની સેનાઓ વચ્ચે સહકાર સેના સંબંધિત અન્ય ઘટનાક્રમમાં ભારત અને શ્રીલંકાની નૌસેના વચ્ચે સૈન્ય સહયોગ વધી રહ્યો છે. નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું કે કોલંબોમાં ભારતીય યુદ્ધ જહાજ આઇએનએસ એરાવત પર નિરીક્ષણ અને પરીક્ષણ એકમ સ્થાપિત કરવા માટે પહેલ કરવામાં આવી છે. નિવેદન અનુસાર શ્રીલંકાના નૌકાદળને ભંડાર અને ઉપકરણ સોંપવાનો સમારોહ બુધવારે યોજાયો હતો.

?" target="_blank">https://twitter.com/ANI/status/1714915427594420541?

સૈન્ય સહયોગ વધુ ગાઢ બનશે તેવી પૂરી આશા 

ભારતીય સૈન્ય અધિકારી રિયર એડમિરલ નિર્ભય બાપનાએ શ્રીલંકાના નૌકાદળના ડીજી એન્જિનિયરિંગ, રિયર એડમિરલ રવિ રણસિંઘેને ઉપકરણો સોંપ્યા હતા તેમ નેવીએ જણાવ્યું હતું. સેના અનુસાર, આ વિનિમયથી બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધુ ગાઢ થવાની અપેક્ષા છે.

  • Follow us on: