- 13 દિવસથી ચાલી રહેલું ઇઝરાયેલ-હમાસ યુદ્ધ યથાવત છે.
- ઈરાન સમર્થિત જૂથોએ સીરિયામાં અમેરિકી સૈન્યને બનાવ્યું નિશાન
- US સૈન્ય દળો પર અલગ-અલગ જગ્યા પર ડ્રોન હુમલો કરાયો
ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયલને સાથ આપવો અમેરિકા માટે મહામુસીબતરૂપ સાબિત થઇ શકે છે. અમેરિકા સામે ઘણા મુસ્લિમ દેશો આગળ આવ્યા છે અને તેમાંથી ઈરાન મુખ્ય દેશ છે. ઈરાન સમર્થિત જૂથોએ સીરિયામાં અમેરિકી સૈન્ય સ્થળોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
સીરિયામાં US સૈન્ય સ્થાપનો પર શ્રેણીબદ્ધ હુમલાઓમાં આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરીને કતાઇબ હિઝબુલ્લાએ તાજેતરમાં ઇરાક-જોર્ડન સરહદ નજીક અલ-તાન્ફમાં US સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું. આ ઉપરાંત 2 ફજર રોકેટે દેઇર અલ-ઝોરમાં કોનોકો ઓઇલ ફિલ્ડ નજીક US સૈન્ય પર હુમલો કર્યો હતો. ઇરાકમાં US સૈન્ય દળોને બુધવારે બે અલગ-અલગ ડ્રોન હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંના એક હુમલામાં કેટલાક સૈનિકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, જોકે US સૈન્ય દળોએ સશસ્ત્ર ડ્રોનને અટકાવવામાં સફળ રહ્યા હતા.













