દેશમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન દુર્ઘટનાની સંખ્યા વધી ગઇ છે. એક પણ દિવસ એવો ખાલી નથી જતો કે ટ્રેનને લઇને કોઇ સમાચાર સામે ન આવે. ત્યારે હવે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારે રાત્રે બની હતી.


વંદે ભારત ટ્રેનમાં પથ્થરમારો

જ્યારે વંદે ભારત ટ્રેન વારાણસી-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાનપુરના પંકી સ્ટેશનની નજીક પહોંચી તેવામાં જ બદમાશોએ ટ્રેન પર પથ્થરમારો શરૂ કરી દીધો. જેના કારણે એસી ચેર કાર (C-7) કોચની બારી તૂટી ગઈ. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ડરી ગયા અને સીટ નીચે બેસી ગયા હતા.

નોંધાઇ ફરિયાદ

ઘટનાને પગલે ટ્રેન ડ્રાઇવરે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી દીધી. પંકીમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધાવામાં આવી છે. આરપીએફ પંકીએ જણાવ્યું હતું કે ડ્રાઈવર અને ટીટીઈએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ગુરુવારે આરપીએફમાં રેલ્વે સંપત્તિને નુકસાન પહોંચાડવાની કલમ હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

 બુધવારે રાત્રે બની ઘટના

RPFએ એક નિવેદન આપતા જણાવ્યું હતું કે 02.10.2024ના રોજ, ટ્રેન નંબર 22435ના એસ્કોર્ટિંગ પાર્ટી ઈન્ચાર્જ, CT વિવેક ચૌધરી + 01 (NDLS/POST/NR) દ્વારા પંકીધામ સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે કોઇ બહારની વ્યક્તિ દ્વાર પથ્થરમારો કરવામાં આવ્યો. જેને કારણે કોચ C7 બર્થ 33,34નો બહારનો કાચ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી આઈપીએફ પંકીધામ અને જીઆરપી કંટ્રોલ પ્રયાગરાજને આપવામાં આવી હતી. આ મામલે અજાણ્યા શખ્સો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ઘટનાને પગલે સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી) અને આરપીએફની સંયુક્ત ટીમોએ પંકીથી ભાઈપુર સુધી પેટ્રોલિંગ કર્યું હતું. જો કે આ સ્થળ પર આવી ઘટના કંઇ પ્રથમવાર નથી બની. છેલ્લા એક વર્ષમાં જ વંદે ભારત એક્સપ્રેસને નિશાન બનાવીને પથ્થરમારાની અડધો ડઝનથી વધુ ઘટનાઓ બની છે.


  • Follow us on: