• કાશી વિશ્વનાથ મંદિર છે જગવિખ્યાત
  • કાશીના છે કુલ 3 નામ
  • ત્રણેય નામ પાછળ છે રસપ્રદ ઇતિહાસ

PM નરેન્દ્ર મોદી કાશીના સાંસદ છે. તેઓ કાશીથી ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે જેથી દેશ અને દુનિયાની નજર કાશી પર મંડરાયેલી છે. જો કે કાશી વિશ્વના સૌથી જૂના શહેરોમાનુ એક ધાર્મિક સ્થળ છે. ધાર્મિક ગ્રંથથી લઇને આધુનિક ઇતિહાસમાં કાશીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે.

શિવ પ્રિય કાશી નગરી

કાશીને ક્યારેક બનારસ તો ક્યારેક વારાણસી કહેવામાં આવે છે. ત્યારે આ ત્રણેય નામને લઇને ઇતિહાસની વાત કરીએ તો સ્કંદપુરાણ મુજબ ભગવાન ભોલેનાથે પહેલા કાશીનું ઉપમાન આપ્યું હતું પછી તેને અવિમુક્ત કહ્યું. આ શહેરનું નામ અવિમુક્ત રાખવામાં આવ્યું કારણ કે શિવે તેને ક્યારેય છોડ્યું ન હતું. સ્કંદપુરાણના નિષ્ણાંતો તેને આનંદકાનન પણ કહે છે એવું એટલા માટે કે શિવ જ્યારે કૈલાશ ચાલ્યા ગયા પછી પણ પ્રતિક રૂપે વિશ્વનાથ શિવલિંગને મૂકીને ગયા હતા.

કાશી નામ કેવી રીતે પડ્યું ?

જ્યારે કાશી શબ્દ તો કાશ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચમકવું. એટલે કે કાશી શબ્દનો અર્થ થાય છે પ્રકાશ આપનાર શહેર. એટલે કે જ્યાંથી જ્ઞાનનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે તેને કાશી કહે છે. હરિવંશ પુરાણના નિષ્ણાંતો કહે છે કે ભારતવંશી રાજા કાશે કાશી વસાવી હતી. તેમના નામ પરથી તેનું નામ કાશી રાખવામાં આવ્યું. એવું માનવામાં આવે છે કે કાશીમાં મૃત્યુ પછી આત્માને મોક્ષ મળે છે.

બનારસ નામ કેવી રીતે પડ્યુ?

હવે કાશીને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બનારસ નામ કેવી રીતે પડ્યું તેની વાત કરવામાં આવે તો બનાર રાજાના નામ પરથી નામ બનારસ પડ્યું હતું. બનાર રાજા વિશે કહેવાય છે કે તે મોહમ્મદ ગોરીના હુમલામાં માર્યો ગયો હતો. એવું પણ કહેવાય છે કે આ શહેરની રંગીન જીવનશૈલી જોઈને મુઘલોએ તેનું નામ બનારસ રાખ્યું હતું. આ નામ મુઘલોના શાસનથી અંગ્રેજો સુધી ચાલુ રહ્યું અને આજે પણ આ નામ લોકોના મનમાં છે.

કેમ કહેવાય છે વારાણસી ?

બનારસને આધુનિક સમયમાં વારાણસી તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પાછળ એવી પણ માન્યતા છે કે વરુણા અને અસી બે નદીઓ વચ્ચે આવેલા શહેરને વારાણસી કહેવામાં આવે છે. જાણકાર જણાવે છે કે કેટલાક પુરાણોમાં પણ આ શબ્દની ઉત્પત્તિની વ્યાખ્યા આ પ્રકારે જ આપવામાં આવી છે. આ શહેર વરુણા અને અસિ નામની બે નદીઓ વચ્ચે સ્થિત છે. વારાણસીમાં વરુણા ઉત્તરમાં ગંગા નદીને મળે છે. જ્યારે અસિ નગીની દક્ષિણમાં ગંગાને મળે છે. બૌદ્ધ જાતક કથાઓમાં પણ વારાણસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

  • Follow us on: