- 12 જ્યોર્તિલિંગ પૈકી કૈદારનાથ મંદિર પરિસરમાં 50 મીટરની ત્રિજ્યા પર રિલ્સ બનાવવા પર પ્રતિબંઘ છે
- કેદારનાથ મંદિરમાં વર્ષે લાખો ભક્તો દેશ-દુનિયામાંથી દર્શને આવતા હોય છે
- રિલ્સ બનાવતા 270 લોકો અને તંબાકુ ખાતા 120 લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ
વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરના 50 મીટરની ત્રિજયામાં મોબાઈલ કે કેમેરાથી રિલ્સ બનાવવા પર પ્રતિબંધ છે. આમછતાં ઘણા લોકો અહીં રિલ્સ બનાવી રહ્યા છે. જેથી રિલ્સ બનાવતા લોકો વિરુદ્ધ પોલીસે પગલાં લેવાની નોબત આવી છે. રિલ્સ બનાવનાર 270 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 75250 દંડ સ્થળ પર વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેદારનાથ જતા માર્ગ પર તંબાકુનું સેવન કરનાર 120 લોકો સામે કાર્યવાહીના ભાગરૂપે 15200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.













