આજે મોટાભાગના લોકો પરફ્યુમનો ઉપયોગ કરે છે. પરફ્યુમની સુગંધથી વ્યક્તિ તાજગી અનુભવે છે. એટલું જ નહીં નજીકમાં બેઠેલા લોકો પણ પરફ્યુમની સુગંધથી ખુશ થઈ જાય છે. એટલા માટે મોટાભાગના લોકો આવા પરફ્યુમનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોંઘુ પરફ્યુમ કેવી રીતે બને છે અને તેને બનાવવાની રીત શું છે?


પરફ્યુમ

વિશ્વભરમાં પરફ્યુમનું બજાર હજારો અને કરોડોનું છે. આજકાલ મોટાભાગના લોકો પરફ્યુમનો પણ ઉપયોગ કરે છે. કારણ કે તેઓ પરફ્યુમની સુગંધથી તાજગી અનુભવે છે. મોટા ભાગે લોકો પાસે ઓછામાં ઓછા 3-4 પરફ્યુમ હોય છે, જેમાંથી દરેકની સુગંધ અલગ હોય છે અને તેનો ઉપયોગ કરવાનો સમય પણ અલગ હોય છે. જેમ કે રોજિંદા વસ્ત્રો માટે એક પરફ્યુમ,

દિવસ અને રાત્રિ માટે બીજું અને પાર્ટી માટે પણ અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના સૌથી મોંઘા પરફ્યુમની કિંમત કેટલી છે ? આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે બને છે દુનિયાનું સૌથી મોંઘું પરફ્યુમ.

મૃગ કસ્તુરીનો થાય છે ઉપયોગ

હવે પરફ્યુમ બને છે કેવી રીતે તે વિશે વાત કરીએ તો તેમાં મુખ્યત્વને વપરાતુ એક ઘટક છે કસ્તુરી. તે વિશ્વના સૌથી મોંઘા પરફ્યુમ ઘટકોમાંનું એક છે. વિશ્વમાં આ નામના ઘટકો સાથે કૃત્રિમ સુગંધને અત્તરમાં મિશ્રિત કરવામાં આવે છે. નેચરલ મસ્ક કે જેને હિંદીમાં કસ્તૂરી કહેવામાં આવે છે. જે નર કસ્તૂરી મૃગ એટલે કે હરણનો શિકાર કરીએ ત્યારે જ મળે છે. જો કે આમ કરવું યોગ્ય નથી.

કેવી રીતે બને છે કસ્તુરી

કસ્તૂરી નર હરણમાંથી મળે છે. તેના પેટની ત્વચાની નીચે એક થેલી હોય છે જેમાં પ્રીપુટિયલ ગ્રંથિ હોય છે. તાજા કસ્તૂરી અર્ધ તરલ હોય છે. પરંતુ સુકાવા પર તે દાણા જેવો પાવડર બની જાય છે. ખાસ કરીને તે પરફ્યુમ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે તમે વિચારો કે દુનિયાના સૌથી મોંઘા પરફ્યુમ છે તે કસ્તુરી નર હરણના પેટની ત્વચાની નીચે એક થેલીમાં પ્રીપુટિયલ ગ્રંથિથી તૈયાર થાય છે જે માટે નર કસ્તૂરી મૃગ એટલે કે હરણને મારવામાં આવે છે.

(DISCLAIMER: અહીં આપેલી માહિતીની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી આ માહિતીમાં તફાવત પણ હોઇ શકે છે.)(

  • Follow us on: