• કર્ણાટકમાં ચૂંટણી પ્રવાસે પીએમ મોદી
  • દાવણગેેરેમાં પીએમ મોદીની જનસભા
  • અગાઉ બેલગાવીમાં સંબોધી હતી સભા

લોકસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી કર્ણાટકની વિવિધ બેઠકો પર ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ત્યારે હાલ તેઓ કર્ણાટકના દાવણગેરેમાં સભા સંબોધન કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીની જનસભામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી. પીએમ મોદી સ્ટેજ પર આવતા જ મેદાન ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતું.

નેહાની હત્યા સામાન્ય હત્યા નથી- પીએમ મોદી

પીએમ મોદીએ સભા સંબોધતા જણાવ્યું કે હુગલીમાં કોલેજ કેમ્પસમાં ધોળા દિવસે એક દિકરીની હત્યા થઇ . કોંગ્રેસ તેમાં પણ વોટબેંક શોધતી રહી. દરેક મા બાપ વિચારે છે કે દીકરીને બહાર એકલી મોકલી તો શું થશે. નેહાની હત્યાએ સામાન્ય હત્યા નથી. કર્ણાટક સરકાર વોટ બેંકની ચિંતામાં ડૂબેલા છે. આ એક ખતરનાક માઇન્ડ સેટ છે.

કોંગ્રેસનું પ્રતિબંધિત પાર્ટીને પ્રોત્સાહન- પીએમ મોદી 

પીએમ મોદી પ્રતિબંધિત સંગઠનને લઇને પ્રહાર કરતા જણાવ્યું કે PFI પર દેશ વિરોધી કૃત્યો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના મોટા મોટા આકાઓ જેલમાં છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતવા માટે PFIના જૂના લોકો સાથે ગઠબંધન કરીને તેઓને પ્રોત્સાહન આપી રહી છે. આજે દેશમાં સુરક્ષાની ગેરંટી હોય તો તેનુ નામ મોદી છે. તેમણે વધુમાં કહ્યુ કે તમે મને જોઇ લીધો છે આ દસ વર્ષમાં કે જે ઘરમાં ઘુસીને દુશ્મનોને મારે છે. 


  • Follow us on: