• લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે કર્યો પ્રચાર તેજ
  • પીએમ મોદી ઓડિશાના પુરીમાં કરી રહ્યા છે સંબોધન
  • ભગવાન જગન્નાથના પીએમએ લીધા આશીર્વાદ

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. સ્ટાર પ્રચારક પીએમ મોદી એક બાદ એક રેલી સંબોધી રહ્યા છે.ત્યારે ઓડિશામાં સવારે રોડ શો કર્યા બાદ પીએમ મોદીએ ઢેંકનાલ બેઠક પર જનસભા સંબોધી. પીએમ મોદીએ બીજેડી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. 

જગન્નાથના કર્યા દર્શન

પુરીમાં મહાપ્રભુ જગન્નાથના પીએમ મોદીએ દર્શન કર્યા હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે જગન્નાથના  આશીર્વાદ હંમેશા અમારા પર રહે અને અમને પ્રગતિની નવી ઊંચાઈઓ પર માર્ગદર્શન આપે.


વોટિંગની કરી અપીલ

PM મોદીએ ઢેંકનાલમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે આજે દેશમાં પાંચમા તબક્કાનું મતદાન પણ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન મથક પર પહોંચીને તેમની ફરજ નિભાવી રહ્યા છે. હું તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને હું પ્રથમ વખતના મતદારોને તેમનો મત આપવા વિનંતી કરી હતી.

બીજેડી સરકાર જશે- પીએમ મોદી

ઓડિશાના ઢેંકનાલમાં જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તમે અહીં ભાજપની સરકાર બનાવો, ભાજપ માત્ર ઓડિશાના પુત્ર કે પુત્રીને જ મુખ્યમંત્રી બનાવશે... ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ હશે કારણ કે તે નિશ્ચિત છે કે આ (બીજેડી) સરકાર જશે.

  • Follow us on: