• લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
  • પીએમ મોદી આજે બિહારમાં કરશે 3 જનસભા
  • હાજીપુરમાં પીએમ મોદીની જનસભા

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદી એક બાદ એક રાજ્યોમાં ચૂંટણી સભા ગજવી રહ્યા છે. ગઇકાલે તેમણે પશ્ચિમ બંગાળમાં 4 જનસભા સંબોધી હતી. ત્યારે આજે તેઓ બિહારમાં છે. બિહારમાં 3 બેઠક પર તેઓ જનસભા સંબોધવાના છે . તેઓ હાલ હાજીપુરથી સભા સંબોધી રહ્યા છે. મહત્વનું છે કે બિહારમાં એનડીએ અને એલજેપી વચ્ચે ગઠબંધન થયુ છે. ચિરાગ પાસવાન એલજેપીથી હાજીપુર બેઠક પર ઉમેદવાર છે. 

આરજેડી કોંગ્રેસ પર વરસ્યા પીએમ મોદી 

PM મોદીએ જનસભા સંબોધતા આરજેડી પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ સામાજિક ન્યાય મામલે લોકોને બરબાદ કર્યા. આરજેડી અને કોંગ્રેસને બિહારને આગળ લાવવાની ઇચ્છા શક્તિ નથી..તેઓ પોતાના બાળકોને સેટ કરવામાં લાગ્યા છે.  પીએમ મોદીએ કહ્યું કે આવા લોકોથી બિહારને બચાવવાનું છે. આરજેડી હોય કે કોંગ્રેસ. આ બંને પાર્ટીઓએ તુષ્ટિકરણને સૌથી મોટુ રાજનીતિક હથિયાર બનાવ્યુ છે. ઇન્ડિ ગઠબંધનના દરેક ઘટક પક્ષો રામમંદિર માટે ગમે તેવી વાતો કરી રહ્યા છે.રામમંદિરને ગાળો આપીને તેનો બહિષ્કાર કરીને તમે ચીડવી રહ્યા છે. 

લાલુ યાદવ પર વરસ્યા પીએમ મોદી 

આરજેડીના શાસનમાં અહીં માત્ર અપહરણ અને ખંડણીનો ઉદ્યોગ જ ફૂલ્યોફાલ્યો હતો. હાજીપુરે જોયું છે કે કેવી રીતે અહીંના તમામ ઉદ્યોગો બરબાદ થઈ ગયા. આરજેડી, કોંગ્રેસે માત્ર બિહારને સ્થળાંતર આપ્યું, બિહારને માત્ર વિનાશ જ આપ્યો. જ્યારે મોદી 'વિકસિત બિહાર, વિકસિત ભારત'ના સંકલ્પ સાથે બહાર આવ્યા છે.. સાથે જ તેમણે મુસ્લિમોને અનામત આપવા અંગે નિવેદન આપ્યું હતું જે મામલે પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો કે  મોદી જીવે છે ત્યાં સુધી અનામત કોઇ છીનવી નહી શકે. તેઓ સમજી લે, તે સમય જતો રહ્યો કે મહિલાઓને મળનારી અનામતના કાગળો ફાડી નાંખ્યા હતા,. હવે જો કોઇ આવી કોશિશ કરશે તો લેવાના દેવા પડી જશે. 

  • Follow us on: