- લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા
- ભાજપના એક મહિલા ઉમેદવારની સંપત્તિ ચોંકાવનારી
- 5.7કરોડનું સોનુ,વૈભવી કારનું કલેક્શન હોવાનું એફિડેવિટમાં જણાવ્યું
લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે વાત કરીએ એવા એક ઉમેદવારની કે જેમની સંપત્તિ એક બે નહી પરંતુ 1400 કરોડ છે. કોણ છે એ ઉમેદવાર આવો જાણીએ.
ભાજપના કરોડપતિ ઉમેદવાર
દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરનાર પત્ની પલ્લવી ડેમ્પોએ ઉમેદવારી નોંધાવી છે. તેમણે રિટર્નિંગ ઓફિસર સમક્ષ 119 પાનાની એફિડેવિટ દાખલ કરી હતી. જે મુજબ તેમની કુલ સંપત્તિ 1400 કરોડની આસપાસ છે. આ ઉમેદવાર બીજુ કોઇ નહી પરંતુ ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોની પત્ની પલ્લવી ડેમ્પો છે. જેમને ભાજપે દક્ષિણ ગોવા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
શું છે ડેમ્પો ગ્રુપનો વ્યવસાય ?
પલ્લવી ડેમ્પોની એફિડેવિટ દર્શાવે છે કે તેમની પાસે 255.4 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે, જ્યારે શ્રીનિવાસની માલિકીની સંપત્તિનું મૂલ્ય 994.8 કરોડ રૂપિયા છે. જ્યારે પલ્લવીની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 28.2 કરોડ છે, જ્યારે શ્રીનિવાસની સ્થાવર મિલકતની કુલ બજાર કિંમત રૂ. 83.2 કરોડ છે. ગોવા અને દેશના અન્ય ભાગોમાં શ્રીનિવાસ ડેમ્પોની મિલકતો ઉપરાંત, દંપતી પાસે દુબઈમાં એક એપાર્ટમેન્ટ પણ છે, જેની વર્તમાન બજાર કિંમત રૂ. 2.5 કરોડ છે. આ ઉપરાંત લંડનમાં પણ 10 કરોડ રૂપિયાનું એક એપાર્ટમેન્ટ છે. મહત્વનું છે કે ડેમ્પો ગ્રૂપનો વ્યવસાય ફ્રેન્ચાઇઝ ફૂટબોલ લીગથી રિયલ એસ્ટેટ, શિપબિલ્ડીંગ, શિક્ષણ અને ખાણકામ વ્યવસાય સુધી વિસ્તરેલો છે.
5.7 કરોડ રૂપિયાનું સોનું
પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ તેમની પાસે 5.7 કરોડ રૂપિયાનું સોનું છે. તેમની પાસે રૂ. 217.11 કરોડના બોન્ડ, રૂ. 12.92 કરોડની બચત, રૂ. 2.54 કરોડની કાર પણ છે. મહત્વનું છે કે પલ્લવી ડેમ્પોની સાથે ભાજપના ઉત્તર ગોવાના ઉમેદવાર શ્રીપદ નાઈકે પણ મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું.
કેટલું છે ભણતર ?
પલ્લવીએ નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 10 કરોડનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે, જ્યારે શ્રીનિવાસે તે જ વર્ષ માટે રૂ. 11 કરોડનું રિટર્ન ફાઇલ કર્યું છે. 49 વર્ષીય ભાજપના ઉમેદવારે MIT, પુણે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.