- ભાજપ-કોંગ્રેસને ECએ આપ્યા નિર્દેશ
- સ્ટાર પ્રચારકો તેમના નિવેદનમાં સંયમ રાખે: EC
- "સ્ટાર પ્રચારકોને તેમના ભાષણોમાં સાવધાની-સજકતા જરૂરી"
ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના નિવેદનો પર ચૂંટણી પંચે આજે બંને પક્ષોને સૂચના આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે, બંને પક્ષોના સ્ટાર પ્રચારકોએ તેમના નિવેદનોમાં સંયમ રાખવો જોઈએ અને શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ.
લોકસભા ચૂંટણીનો પર્વ જામ્યો છે. તમામ પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યા છે. અનેકવાર વિવાદિત નિવેદનો આવતા હોય છે. જેને લઇ ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને નિર્દેશ આપ્યા છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના નિવેદનોની નોંધ લેતા ચૂંટણી પંચે બંને પક્ષોના નેતાઓને તેમના નિવેદનોમાં સંયમ રાખવાનો નિર્દેશ આપ્યો છે. તેના આદેશમાં, પંચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમની પાર્ટી વતી ઔપચારિક નોંધ જારી કરવા કહ્યું. ચૂંટણી કમિશને કહ્યું કે બંને પક્ષોએ તેમના સ્ટાર પ્રચારકોને તેમના ભાષણોમાં સાવધાની અને સજકતા રાખવાની સૂચના આપવી જોઈએ.













