- OBC પ્રમાણપત્રોને લઇ કલકત્તા હાઈકોર્ટનો આદેશ
- 2010 બાદના તમામ OBC પ્રમાણપત્રો રદ
- 2010 પહેલાના OBC પ્રમાણપત્રો માન્ય રહેશે: HC
કલકત્તા હાઈકોર્ટે આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે 2010 પછી બનાવેલા તમામ OBC પ્રમાણપત્રો રદ કરી દીધા છે. જો કે, 2010 પહેલાના OBC પ્રમાણપત્રો માન્ય રહેશે.
કલકત્તા હાઈકોર્ટે 2010 પછી બનાવેલી તમામ OBC યાદીઓ રદ કરી દીધી છે. જેના કારણે લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ થવા જઈ રહ્યા છે. જેના કારણે બંગાળ સરકારને મોટો ફટકો પડ્યો છે. જો કે, 2010 પહેલા જાહેર કરાયેલ OBC કેટેગરીના વ્યક્તિઓના પ્રમાણપત્રો માન્ય છે. 2010 પહેલા OBC કેટેગરી તરીકે જાહેર કરાયેલા જૂથો માન્ય રહેશે. જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ રાજા શેખર મંથાની ડિવિઝન બેન્ચે આજે આ આદેશ આપ્યો હતો.













