• લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
  • અમેઠીમાં કોંગ્રેસ તરફથી આ નવો ચહેરો ચૂંટણી મેદાને
  • કોંગ્રેસે મોડા મોડા ઉમેદવાર કર્યા હતા જાહેર

લોકસભાની ચૂંટણીને લઇને ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઇ રહ્યા છે. તેવામાં ખાસ કરીને અમેઠી બેઠક પર ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ ઉમેદવારની જાહેરાત કરી હતી. કે.એલ શર્મા કોંગ્રેસના અમેઠીથી ઉમેદવાર છે. તેવામાં અમેઠીમાં પ્રચાર દરમિયાન કોંગ્રસનો એક નવો ચહેરો મેદાને જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસનો નવો ચહેરો ચૂંટણી મેદાને

લોકસભા 2024ની ચૂંટણીને લઇને સૌની નજર ઉત્તર પ્રદેશના અમેઠી લોકસભા ક્ષેત્ર પર પણ છે. લગભગ 2 દાયકા પછી એવું બન્યું છે કે અમેઠીના ચૂંટણી જંગમાં ગાંધી પરિવારને બદલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે અન્ય કોઈ ચૂંટણી મેદાનમાં છે. અમેઠીથી ભારતીય જનતા પાર્ટીની સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસે કિશોરી લાલ શર્માને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. અમેઠીમાં બંને પક્ષો પોતપોતાના વતી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે કોંગ્રેસ તરફથી કેએલ શર્માની પુત્રી અંજલી પણ પ્રચાર ક્ષેત્રમાં ઉતરી છે.


કેએલ શર્માની દિકરીએ સંભાળી જવાબદારી

આ અંગે ખુદ કે.એલ શર્માએ માહિતી આપી છે. તેમણે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે અમેઠીના લોકો મારી દીકરી અંજલીને પ્રેમ કરે છે, અમારા પરિવારનું અસલી ઘર અમેઠી છે. બીજી પોસ્ટમાં શર્માએ લખ્યું- મારી પુત્રી અંજલિ શર્મા દ્વારા વિધાનસભા ક્ષેત્રના ડીહ બ્લોકમાં મહિલાઓ સાથે મુલાકાત અને વાતચીત કરતી વખતે મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદ માટે ઋણી રહીશ. શર્માએ લખ્યું - મારી પુત્રી અંજલિ શર્માએ ગામડા અને ગ્રામ્ય વિસ્તારના પ્રતિષ્ઠિત લોકો સાથે મારા ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી છે.

  • Follow us on: