• PM મોદીએ 10 વર્ષમાં દેશન સુરક્ષિત અને સમૃદ્ધ બનાવ્યો
  • PM મોદી દેશની અર્થવ્યવસ્થાને 11માંથી 5માં નંબરે લાવ્યાં
  • PMના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા

લોકસભાની ચૂંટણી 2024 જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભારતીય જનાત પાર્ટીએ તેનો ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાંદડમાં એક જાહેરસભાને સંબોધિત કરી અને મહારાષ્ટ્રની ત્રણ રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતાં.

PM મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવ્યો

અમિત શાહે મહારાષ્ટ્રના નાંદેડમાં જાહેર સભાને સંબોધિત કરતાં કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણી 2024 એ PM મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. PM મોદીએ છેલ્લા 10 વર્ષમાં દેશને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવ્યો છે. PM મોદીએ દેશની અર્થવ્યવસ્થાને 11મા નંબરથી 5મા નંબર પર લઈ જવાનું કામ કર્યું છે.

PM મોદી ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે

વધુમાં ગૃહમત્રી અમિત શાહે કહ્યું કે, PM મોદી ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બની જશે અને રાજકીય પાર્ટીઓ પર નિશાન સાધતાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષો ભેગા થયા છે, જેમાં નકલી શિવસેના, નકલી રાષ્ટ્રવાદી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી. આ લોકો મહારાષ્ટ્રનું ક્યારેય ભલું કરી શકે નહીં.

PM મોદી દેશના વિકાસ અને વારસાને આગળ લાવ્યાં

PM મોદીએ અયોધ્યામાં રામ લલ્લાનો અભિષેક કર્યો હતો તેમજ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવ્યો છે. આ સાથે જ કરતારપુર કોરિડોર બનાવ્યો છે. તેમજ ગુજરાતનું પ્રથમ જ્યોર્તિલંગ સોમનાથ મંદિર સોનાથી બની રહ્યું છે અને PM મોદીએ દેશના વિકાસ અને વારસા બંનેને આગળ લઈ જવાનું કામ કર્યું છે.

  • Follow us on: