મહારાષ્ટ્ર બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરાયુ છે. આ વખતે 91.88 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે ગયા વર્ષે 93.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તો આ વખતા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 97.82 ટકા પરિણામ આવ્યુ હતુ. તો આ તરફ, આર્ટસમાં 84.88 ટકા વિદ્યાર્થીઓ ઉતર્ણી થયા હતા. mahahsc.in, hscresult.mkcl.org, mahresult.nic.in, hscresult.mahahsscboard.in, msbshse.co.in આ વેબસાઇટ પર પરિણામ જોઇ શકાશે.
મહારાષ્ટ્ર બોર્ડ 12માંનું પરિણામ જાહેર
મહારાષ્ટ્ર બોર્ડ ધોરણ 1નું પરિણામ 91.88 ટકા જાહેર કરાયુ છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્ર બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઇ શકે છે. ધોરણ 12ની પરીક્ષા 11 ફેબ્રુઆરીથી લઇને 11 માર્ચ 2025 સુધી યોજાઇ હતી. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 97.35 ટકા જાહેર કરાયુ છે. તો કોમર્સમાં 92.38 ટકા તો આર્ટસમાં 80.52 ટકા અને વોકેશનલ સ્ટ્રીમમાં 83.26 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીમાં 94.58 ટકા પરિણામ છે. તો વિદ્યાર્થીઓમાં 89.51 ટકા પરિણામ જાહેર કરાયુ છે.
કોંકણ પ્રદેશ પરીક્ષામાં ટોપર બન્યો
આ વર્ષે મહારાષ્ટ્ર રાજ્યમાં કોંકણ પ્રદેશે પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યુ છે. અહીં 96.74 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તો સૌથી ઓછુ લાતૂર જિલ્લાનું પરિણામ સામે આવ્યુ છે. અહીં 89.46 ટકા પરિણામ નોંધાયુ છે. કુલ 1929 જૂનિયર કોલેજોએ 100 ટકા પરિણામ મેળવ્યુ છે. તો 38 જૂનિયર કોલેજો એવી છે જેનું પરિણાણ શૂન્ય રહ્યુ છે. કોંકણ પ્રદેશનું 96.74 ટકા પરિણામ, કોલ્હાપુરનું 93.64, મુંબઇનું 92.93, છત્રપતિ સંભાજીનગર 92.24, અમરાવતી 91.43 ટકા, પુણે 91.32 ટકા, નાસિક 91.31, નાગપુર 90.52 ટકા તો લાતૂરમાં 89.46 ટકા પરિણામ સામે આવ્યુ છે.