- ઓડિશા પોસ્ટલ રિક્રુટમેન્ટ સર્ટિફિકેટ ફ્રોડ કેસમાં કાર્યવાહી
- CBIએ 67 થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
- CBIના 122 અને વિવિધ વિભાગોના 82 કર્મીઓએ પાડ્યા દરોડા
ઓડિશા પોસ્ટલ રિક્રુટમેન્ટ સર્ટિફિકેટ ફ્રોડ કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. 67 થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામીણ ડાક સેવકની પરીક્ષા માટે 63 ઉમેદવારો અને ટપાલ વિભાગના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. સીબીઆઈએ આટલા મોટા પાયે તપાસ પોસ્ટલ સર્વિસીસ, ભુવનેશ્વર, ઓડિશાના નિયામકની ફરિયાદ બાદ શરૂ કરી છે.
CBIના 122 અને વિવિધ વિભાગોના 82 કર્મચારીઓ સહિત 204 અધિકારીઓ દરોડામાં સામેલ હતા. માહિતી અનુસાર, ટીમે કાલાહાંડી, નોપાડા, રાયગડા, નબરનાગપુર, કંધમાલ, કેંદુઝાર, મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જેવા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. આટલી મોટી ટીમની મદદથી તપાસની કામગીરી હાથ ધરવી એ મામલાની ગંભીરતા દર્શાવે છે. સીબીઆઈની ટીમ આ બનાવટી પ્રમાણપત્રો આપવા માટે જવાબદાર ગેંગનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે.













