• નાગપુરના ધામનામાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ
  • 5 લોકોના થયા મોત જ્યારે અનેક લોકો ઘાયલ
  • બ્લાસ્ટ દરમિયાન શ્રમિકો ફેક્ટરીમાં કરી રહ્યા હતા કામ

નાગપુરમાં વિસ્ફોટક પદાર્થ બનાવતી એક ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ દરમિયાન શ્રમિકો ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા, મળતી માહિતી મુજબ 5 લોકોના મોત થયા છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અંદર ફસાયેલા શ્રમિકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મૃત્યુઆંક વધી શકે છે 

મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના નાગપુરના ધમના વિસ્તારમાં ચામુંડા ગનપાઉડર ફેક્ટરીમાં થઈ હતી. ચામુંડા ગનપાઉડર ફેક્ટરી ખાનગી કંપની છે. તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાયા હતા. દૂર દૂર સુધી ધુમાડો દેખાતા સ્થાનિક લોકોએ વિસ્ફોટ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ અત્યાર સુધીમાં કેટલાક દાઝી ગયેલા કામદારોને બચાવી લીધા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ

જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અંદર મહિલાઓ સહિત ઘણા કામદારો હાજર હતા. મૃતકોમાં ચાર મહિલાઓ પણ હોવાનું કહેવાય છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અનેક વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


  • Follow us on: