- ઉદયપુરના સવિનાના સબસીટી સેન્ટર વિસ્તારમાં બ્લાસ્ટ
- શહેરમાં બંદૂકની દુકાનમાં થયો બ્લાસ્ટ
- પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી
ઉદયપુર શહેરના સવિનાના સબસીટી સેન્ટર વિસ્તારમાં એક બંદૂકની દુકાનમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હોવાની માહિતી મળી હતી. આ બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે, દુકાનની બારીઓ અને દરવાજા પણ ઊડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
બંદૂકની દુકાનમાં મોટો બ્લાસ્ટ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સવિના સબસીટી સેન્ટર વિસ્તારમાં રાજેન્દ્ર દેવપુરા એન્ડ કંપનીની બિલ્ડિંગમાં બંદુકોની ખરીદ, વેચાણ અને ઉત્પાદનનું કામ ચાલુ હતું. અહિયાં 2 લોકો કામ કરી રહ્યા હતા. ત્યારે લગભગ બપોના સમય દરમિયાન અચાનક જ જોરદાર બ્લાસ્ટ થયો હતો.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
આ બ્લાસ્ટ એટલો ઘાતક હતો કે, આમાં એક વ્યક્તિનો મૃતદેહ સીડી પર પડ્યો હતો. અને બીજા વ્યક્તિનો મૃતદેહ રસ્તા પર પડેલો જોવા મળ્યો હતો. મહત્વનું કહી શકાય કે આ વિસ્ફોંટને કારણે દુકાનના બારી અને દરવાજા પણ ઉડી ગયા હતા.તેમજ બ્લાસ્ટના અવાજથી લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
બ્લાસ્ટના કારણ અંગે માહિતી મળી નથી
બ્લાસ્ટ બાદ જ્યારે લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે બંનેના મૃતદેહ વિકૃત હાલતમાં પડેલા હતા. ત્યારબાદ લોકોએ હિરણમાગરી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે બંને મૃતકોના મૃતદેહને એમબી હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. જોકે, આ બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી શકી નથી. પોલીસ દ્વારા આ બ્લાસ્ટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.