• મનીષ સિસોદિયાને હોસ્પિટલ અથવા ઘરે જવા મળી મંજૂરી
  • મોબાઈલ અને મીડિયાથી દૂર રહીને કરી શકશે પત્નીની મુલાકાત
  • દિલ્હી લિકર સ્કેમમાં થઈ છે દિલ્હી ડેપ્યુટી સીએમની ધરપકડ

દિલ્હી લિકર સ્કેમમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે સિસોદિયાની વચગાળાની જમીન અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. ગત 3 જુન શનિવારે થયેલ સુનાવણી દરમિયાન કોર્ટના જજ દિનેશકુમાર શર્માએ જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. જેને લઈને આજે સુનાવણી કરવામાં આવી.


તો બીજી બાજુ કોર્ટે મનીષ સિસોદિયાને રાહત આપતા તેમની બીમાર પત્નીને મળવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે મનીષ સિસોદિયાને હોસ્પિટલ અથવા ઘરે બંને જગ્યાએ જવાની અનુમતિ છે. તેઓ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઘરે અથવા હોસ્પિટલ જઈ શકે છે.


કોર્ટે વધુમાં કહ્યું કે આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પરિવાર સિવાય અન્ય કોઈ સાથે વાત નહિ કરી શકે. સાથે જ તેમને મોબાઈલ નહી આપવામાં આવે. તેમને મીડિયાથી દૂર રાખવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસને તે સુનિશ્ચિત કરવા નિર્દેશ કર્યો છે કે સિસોદિયા જ્યાં તેમની પત્નીને મળવા જાય છે ત્યાં મીડિયાનો જમાવડો ન હોય સાથે જ તેઓ મોબાઈલ ફોન કે ઈન્ટરનેટનો ઉપયોગ નહી કરી શકે.

આ આધારે કરી હતી જામીન અરજી

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમએ પોતાની બીમાર પત્ની સીમા સિસોદિયાની સારસંભાળ માટે કોર્ટ સમક્ષ જામીન કરી હતી. આ પહેલા મનીષ સિસોદિયાને 8 કલાકના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. તેમને સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી મળવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, તેમને મળતા પહેલા જ સીમા સિસોદિયાની તબિયત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે 9 માર્ચના રોજ મનીષ સિસોદિયાની લિકર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી.


  • Follow us on: