• અરાકૂ કૉફીનો મનકી બાતમાં પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ
  • પીએમ મોદીએ ચંદ્રબાબુ નાયડુ સાથે પીધી હતી અરાકૂ કૉફી
  • વિદેશમાં આ કૉફીની ગજબની ડિમાન્ડ

ભારતની સંસ્કૃતિથી લઈને તાજમહેલ સુધી અને હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં યોગના વિજ્ઞાન સુધી. ભારત વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યુ છે. જો કે આ બાબતે દિવસ જાય તેમ ભારતની પહોંચ વધી રહી છે. હાલ ભારતે ચોખાની નિકાસ બંઘ કરતા અમેરિકામાં હાહાકાર મચી ગયો. જ્યારે હવે આ દિશામાં વેપાર ક્ષેત્રે ભારતનું વધુ એક નામ જોડાયુ છે અને તે છે અરાકૂ કૉફી.

ગ્લોબલ કૉફી

ચોમાસાની સિઝનમાં પીએમ મોદી પણ કોફીનો ઉલ્લેખ કર્યા વગર રહી શક્યા નહિ..ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના 'મન કી બાત' કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તેઓ પોતાની સાથે ભારતની 'ગ્લોબલ કોફી'નો ઉલ્લેખ પણ લઈને આવ્યા હતા.

આદિવાસીઓને મળે છે રોજગારી

પીએમ મોદીએ તેમના કાર્યક્રમમાં માહિતી આપી હતી કે આંધ્ર પ્રદેશની અરાકૂ વેલીમાં ઉત્પાદિત અરાકૂ કોફી વિશ્વ પ્રસિદ્ધ છે. સમગ્ર વિશ્વમાં તેની માંગ છે. આ કોફીએ લગભગ 1.5 લાખ આદિવાસીઓનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. પીએમ મોદીએ 'મન કી બાત'માં તેના અનોખા સ્વાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે અરાકૂ કૉફીનો સ્વાદ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરતી વખતે માણ્યો હતો.


કેવી હોય છે અરાકૂ કૉફી ?

  • અરાકૂ કૉફી વિશે વાત કરીએ તો તે આંધ્રપ્રદેશના નીલગિરીના પર્વતીય વિસ્તારોમાં થાય છે.
  • કાળા મરીની ખેતી વચ્ચે તેનું પ્લાન્ટેશન કરવામાં આવે છે.
  • તેના કારણે જ તે કોફીનો સ્વાદ એકદમ યુનિક હોય છે.
  • ધંધો વચેટિયા વગર થાય છે
  • અરાકૂ ફૉફીનો સ્વાદ જ નહી પણ તેની વેપાર કરવાની રીત પણ ખાસ છે.
  • નાના નાના પ્લૉટ પર કોફીનુ વાવેતર કરવામાં આવે છે.
  • જ્યાં સુધી કૉફી બીજ પાકે નહી ત્યાં સુધી તેને છોડ પરથી તોડવામાં આવતા નથી.
  • આ પ્રકારની ખેતી આ કોફીને 100 ટકા અરેબિકા તૉફી બનાવે છે.
  • અરાકુ કોફીને જે ખાસ બનાવે છે તે માત્ર તેનો સ્વાદ જ નહીં પરંતુ તેનો વેપાર કરવાની રીત પણ છે. આ કોફી નાના પ્લોટ પર ઉગાડવામાં આવે છે. તેના પર ઉગાડવામાં આવતી કોફી ચેરીને તેના સંપૂર્ણ રંગ સુધી પહોંચે ત્યાં સુધી છોડ પર રહેવાની છૂટ છે. ખેતીની આ પદ્ધતિ તેને 100% અરેબિકા કોફી બનાવે છે.
  • આ કોફી પ્લાન્ટેશનની બીજી ખાસ વાત એ છે કે તેના ઉત્પાદનથી લઈને વેપાર સુધીનું કામ આદિવાસીઓ જાતે કરે છે. આ એક પ્રકારનું કો-ઓપરેટિવ બિઝનેસ મોડલ છે. આને કારણે, કોફીને વર્ગીકૃત, પકવવા, પીસવા અને શેકવાથી લઈને તેના પેકેજિંગ અને માર્કેટિંગ સુધી કોઈ પણ બાબતમાં કોઇની દખલગીરી હોતી નથી.


4 અબજ કૉફીની નિકાસ

તમે અરાકુ કોફીની માંગનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકો છો કે અહીંના વાર્ષિક ઉત્પાદનનો લગભગ 90% નિકાસ થાય છે. તેની સૌથી વધુ માંગ સ્વીડનમાં છે. યુએઈ, ઈટાલી, સ્વિત્ઝર્લેન્ડ અને અન્ય દેશોમાં પણ તેની માંગ વધી રહી છે. એટલું જ નહીં, પેરિસ પણ હવે તેનો સ્વાદ લોકોને પસંદ પડી રહ્યો છે. ભારત દર વર્ષે લગભગ 4 અબજ રૂપિયાની અરાકૂ કોફીની નિકાસ કરે છે.

  • Follow us on: