મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 ફૂટ દૂર શનિવારે રાત્રે ભારે પથ્થરમારો થયો હતો. નાની બાબતે થયેલા આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બન્ને પક્ષો વચ્ચે લગભગ 30 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો હતો. આ પથ્થરમારામાં બન્ને તરફની સાથે રસ્તા પર ચાલતા અનેક લોકો પણ ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર આ પથ્થરમારામાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બન્ને પક્ષોને શાંત પાડ્યા હતા.


પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ

આ સમગ્ર પથ્થરમારામાં એક પક્ષથી જ્યોતિ મહોરના પતિ વિજય રહેવાસી ગુના, પરસાડીનો પુત્ર વિરેન્દ્ર મહોર, પરસાડીનો પુત્ર સોનુ મહોર, મોતીલાલનો પુત્ર અન્નુ મહોર, ગોવિંદ મહોરનો પુત્ર પરસાડી મહોર ઘાયલ થયા છે. બીજી તરફ ગણેશ રાઠોડ, વિનય, રોહિત, બલ્લુ, કપિલ, રાજા, વિશાલ ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થાનિક પોલીસને નજીકના પોલીસ સ્ટેશનની મદદ લેવી પડી હતી. પોલીસે તમામ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

વિવાદ બાદ પથ્થરમારો થયો હતો

મળતી માહિતી મુજબ કાલી માતા મંદિર રોડ પાસે આવેલી ખાતુ શ્યામ ડેરીના સંચાલક ગણેશ રાઠોડ અને તેના બે પુત્રો વિનય અને રોહિતનો ડેરી પાસે રહેતા સોનુ મહોર અને તેના ભાઈ વિરેન્દ્ર મહોર સાથે ઝઘડો થયો હતો. શનિવારે રાત્રે બન્ને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. પહેલા ડેરીમાં બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં બન્ને પક્ષો થોડીવાર માટે શાંત થઈ ગયા હતા, પરંતુ થોડીવાર પછી બન્ને પક્ષોએ પોતપોતાના લોકોને સ્થળ પર બોલાવ્યા હતા.

પથ્થરમારો 30 મિનિટ સુધી ચાલ્યો હતો

આ પછી બન્ને પક્ષો વચ્ચે જોરદાર પથ્થરમારો શરૂ થયો હતો. બન્ને પક્ષો વચ્ચે લગભગ 30 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો સંભાળ્યો હતો અને બન્ને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહી પણ બન્ને પક્ષના ટોળા પોલીસ સ્ટેશને એકઠા થઇ ગયા હતા. આ ઝઘડાના જુદા-જુદા કારણો સામે આવ્યા છે. સોનુ મહોર કહે છે કે, ગણેશ રાઠોડે દિવાળી પર ડેરીમાં મીઠાઈની દુકાન બનાવી હતી.

તંબુ ફાડવાનો આરોપ

અહીં ગણેશ રાઠોડે આરોપ લગાવ્યો છે કે, તેમની દુકાનમાં લગાવેલા ટેન્ટને વીરેન્દ્ર માહોરે ફાડી નાખ્યું હતું. આ બાબતે ગણેશ અને તેના બે પુત્રોએ વિરેન્દ્ર મહોર અને સોનુ મહોર પર હુમલો કર્યો હતો. જ્યારે સોનુ મહોરની માતાનું કહેવું છે કે, તેનો પુત્ર ટેક્સી ચલાવે છે. ગણેશ રાઠોડે ટેક્સીમાંથી પાણી ભરવાનું કહ્યું હતું, પરંતુ મારા પુત્રએ પાણી ભરવાની ના પાડી હતી. જેનાથી ગુસ્સે ભરાયેલા ગણેશ રાઠોડે બન્ને પુત્રોને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

બન્ને ભાઈઓ દારૂ માટે પૈસાની માંગણી કરી

ડેરીના સંચાલક ગણેશ રાઠોડ કહ્યું કે, સોનુ મહોર અને વિરેન્દ્ર મહોર બન્ને ભાઈઓ દારૂ માટે પૈસાની માંગણી કરે છે. શનિવારે રાત્રે પણ સોનુ મહોર દારૂના પૈસા માંગવા આવ્યો હતો, પરંતુ મેં પૈસા આપવાની ના પાડતાં તેણે મારપીટ શરૂ કરી હતી.

  • Follow us on: