- સાવધાન, રિલ્સ બનાવવાના ચક્કરમાં ગુમાવ્યો જીવ
- મુંબઇની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર પડી ખીણમાં
- ટ્રાવેલિંગનો ગજબનો શોખ ધરાવતી હતી અન્વી કામદાર
લોકો આજે સૌથી વધારે જો સમય વિતાવતા હોય તો સોશિયલ મીડિયામાં. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો જરૂરિયાત કરતા પણ વધારે એક્ટિવ જોવા મળે છે. પણ ઘણી વખત ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જોખમ ખેડતા પણ ખચકાતા નથી. જો કે આવા તમામ ઇન્ફ્લુએન્સ પર માટે ચોંકાવનારો અને આંખો ખોલી દેનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઇની 27 વર્ષીય ઇન્ફ્લુએન્સરે રિલ્સ બનાવવાના ચક્કરમાં જીવ ગુમાવ્યો.
27 વર્ષીય અન્વી કામદારનું મોત
આ વાત છે 27 વર્ષી ઇન્ફ્લુએન્સર અન્વી કામદારની. તે મુંબઇથી રિલ્સ બનાવવા માટે માનગામ તાલુકાના કુંભે વોટરફોલ પહોંચી હતી. આ એક કુદરતી જહ્યા છે. અહીં મોટી સંખ્યામાં લોકો પિકનિક માણવા આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ સાથે ટ્રાવેલ જર્ની શેર કરનાર પ્રભાવક અનવી કામદારનું અવસાન થયું છે. અન્વી મહારાષ્ટ્રના રાયગઢ પાસે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્વીને ટ્રાવેલિંગનો એટલો બધો શોખ હતો કે તેણે આ શોખને પોતાની કારકિર્દી બનાવી દીધી. મુંબઈની રહેવાસી અન્વીને બચાવવા માટે રેસ્ક્યુ ટીમે ખૂબ પ્રયાસ કર્યા હતા, પરંતુ અન્વીને બચાવી શકાઈ નહોતી.
મિત્રો સાથે પહોંચી હતી પિકનિક
16 જુલાઇએ અન્વી તેના મિત્રો સાથે કુંભે ધોધ પર પહોંચી હતી. આ દરમિયાન તે કુદરતી નજારાને કેમેરામાં કેપ્ચર કરવા ગઇ કે તેનો એક પગ લપસ્યો અને તે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. જેના કારણે અન્વીનું દુઃખદ અવસાન થયું. તેની સાથે આવેલા અન્વીના મિત્રોએ તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ માનગાંવ અને કોલાડ વિસ્તારની ઘણી બચાવ ટુકડીઓ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહત્વનું છે કે અન્વી વ્યવસાયે સીએ છે. તે ટ્રાવેલિંગનો ગજબનો શોખ ધરાવે છે. તેના પેજ પર ટ્રાવેલ સંબંધિત ફોટો-રીલ્સ શેર કરતી હતી.
સોશિયલ મીડિયાનો સાવધાની પૂર્વક કરો ઉપયોગ
ત્યારે સોશિયલ મીડિયામાં પોતાની હાજરી બતાવવા અને પોતે અપડેટ હોવાનું જણાવીને અવારનવાર રિલ્સ અને પોસ્ટ શેર કરનાર મિત્રોને એક અપીલ છે કે તમે ક્યાંય પણ ફરવા જાઓ કે કોઇ પણ જગ્યાએ જાવ. તમે તે જગ્યાનો, પ્રકૃતિનો આનંદ લો. આવી જગ્યાઓ પર રિલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં ચમકવાને બદલે કુદરતના લખલુખ ખજાનાને તમે ભરપૂર માણો. બધી જ વસ્તુ વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવુ, તેના વિશે લોકોને જણાવવુ એ ક્યારેક ભારે પડી શકે છે. હા તમે સોશિયલ મીડિયા ઇન્ફઅલુએન્સ છો તે વાત બરાબર. પરંતુ તમારા જીવથી તો વધુ કંઇ બીજુ ન હોઇ શકે ને ?