• નીટ પેપર લીક મામલે સીબીઆઇ એક્શનમાં
  • પટનાથી મનીષ પ્રકાશ અને આશુતોષની ધરપકડ
  • સીબીઆઇએ કોર્ટમાં બંનેને કર્યા રજૂ

નીટ પેપરલીક મામલે સીબીઆઇએ પટનાથી મનીષની સાથે તેના મિત્ર આશુતોષની પણ ધરપકડ કરી છે. NEET પેપર લીક કેસમાં આશુતોષની આ બીજી ધરપકડ છે. આશુતોષ પર પરીક્ષાઓને ઘરમાં આશરો આપવાનો આરોપ છે. જ્યારે મનીષ પોતાની ગાડીમાં ઉમેદવારોને લાવવા લઇ જવાનું કામ કરતો હતો. જો કે હાલ બંનેને કોર્ટમાં રજૂ કરાયા છે.

મનીષ પર શું છે આરોપ

મહત્વનું છે કે મનીષને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન જ તેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ આ અંગેની સત્તાવાર માહિતી મનીષ પ્રકાશની પત્નીને આપી છે. સીબીઆઈની તેના સ્તરે આ પ્રથમ ધરપકડ છે. પેપર લીકમાં મનીષ પ્રકાશની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. મનીષે જ પટનાની પ્લે એન્ડ લર્ન સ્કૂલને રાતોરાત બુક કરાવી હતી, જ્યાં 20 થી 25 ઉમેદવારોને ભેગા કરીને જવાબો ગોખાવ્યા હતા. આ શાળામાંથી જ બળી ગયેલા પ્રશ્નપત્રો તપાસનો આધાર બન્યા હતા.

ચિન્ટુ અને મુકેશનો મેડિકલ ટેસ્ટ કરાયો

NEET પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપી ચિન્ટુ અને મુકેશનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સીબીઆઈએ બંને આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ બંનેને બિહાર પોલીસના આર્થિક ગુના વિભાગે ઝારખંડના દેવઘરથી ધરપકડ કરી હતી.

સીબીઆઈની તપાસનો વ્યાપ વધી રહ્યો છે. સીબીઆઈની એક ટીમ બુધવારે ઝારખંડના હજારીબાગમાં આવેલી ઓએસિસ સ્કૂલમાં ગઈ હતી અને તેના પ્રિન્સિપાલ ડૉ. એહસાનુલ હકની પૂછપરછ કર્યા બાદ તેની અટકાયત કરી હતી. ડૉ. એહસાનુલ હક હજારીબાગમાં NEET-UG પરીક્ષાના જિલ્લા સંયોજક પણ હતા.


  • Follow us on: