- NEET-UG પ્રશ્નપત્ર લીક કેસમાં ઝારખંડના હજારીબાગમાં કાર્યવાહી
- OASIS સ્કૂલના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ
- આરોપીઓની ધરપકડ કરીને હજારીબાગથી બિહાર લઈ જવામાં આવ્યા
CBIએ NEET-UG પ્રશ્નપત્ર લીક કેસમાં ઝારખંડના હજારીબાગમાં આવેલી OASIS સ્કૂલના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરવમાં આવી છે. CBI OASIS સ્કૂલના આચાર્ય અને વાઇસ પ્રિન્સિપાલની પૂછપરછ માટે બિહાર લઇ ગયા છે.
હજારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અહેસાન ઉલ હક અને વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અહેસાન ઉલ હક એનટીએના સિટી કોઓર્ડિનેટર હતા અને ઈમ્તિયાઝ વાઇસ પ્રિન્સિપાલ તેમજ આ સ્કૂલના સેન્ટરના કોઓર્ડિનેટર હતા. આજે તેની ધરપકડ કરીને હજારીબાગથી બિહાર લઈ જવામાં આવ્યો છે.













