• રંગારેડ્ડીમાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે મોટી દુર્ઘટ
  • ઘટનામાં 6 કામદારોના મોત, જ્યારે 15થી વધુ ઘાયલ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. બોઈલર ફાટવાને કારણે 6 કામદારોના મોત થયા છે, જ્યારે 15થી વધુ ઘાયલ થયા છે. આ મજૂરો અન્ય રાજ્યના હોવાનું કહેવાય છે.

તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં મોટો વિસ્ફોટ થયો છે. ફેક્ટરીમાં ગેસની ભઠ્ઠી ફાટતાં 6 કામદારોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું છે. જેના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસ તપાસ કરી રહી છે કે વિસ્ફોટ કેવી રીતે થયો? પોલીસનું કહેવું છે કે ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર છે.

પોલીસનું માનવું છે કે મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. એવું લાગે છે કે વિસ્ફોટથી કામદારોના શરીરના ટુકડા થઈ ગયા હતા. જણાવવામાં આવ્યું છે કે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 150 લોકો હાજર હતા.


  • Follow us on: