• નીટ પેપર લીક મામલે ચિન્ટુએ કર્યા ખુલાસા
  • ફેક દસ્તાવેજના આધારે ખરીદ્યા મોબાઇલ સીમકાર્ડ
  • 35 વિદ્યાર્થીઓને જવાબો ગોખાવવા પ્રશ્નપત્રો અને જવાબની પ્રિન્ટ કાઢી

નીટ પેપર લીક મામલે દિવસ જાય તેમ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. EOU દ્વારા આ મામલે ખુલાસા કરવામાં આવી રહ્યા છે ત્યારે પેપર લીક મામલે ધરપકડ કરાયેલા ચિંટૂ કુમારે બિહાર પોલીસ અને EOU સામે મહત્વના ખુલાસા કર્યા છે. તેણે નીટ સેટીંગમાં સંડોવાયેલા કેટલાક લોકોના નામ જાહેર કર્યા છે.

ચિન્ટુ મારફતે રોકીએ પ્રશ્નપત્રો સપ્લાય કરતો

ચિન્ટુએ જણાવ્યું કે પટનાના ખેમણી ચક સ્થિત લોર્ડ એન્ડ પ્લે સ્કૂલમાં લગભગ 35 વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રો અને જવાબો યાદ રાખવા માટે Wi-Fi પ્રિન્ટર દ્વારા 10-12 નકલો છાપવામાં આવી હતી. રોકી દ્વારા પ્રથમ બાયોલોજીનું પ્રશ્નપત્ર અને જવાબ આવ્યા હતો. આ પછી ફિઝિક્સ અને છેલ્લે કેમિસ્ટ્રીનું આવ્યું. તેણે વધુમાં જણાવ્યું કે રોકી આ કેસના મુખ્ય સૂત્રધાર અતુલ વત્સ, અંશુલ સિંહ અને અન્ય સાથે સીધો સંપર્કમાં છે. તેની જવાબદારી ચિન્ટુ મારફત બિહારમાં પ્રશ્નપત્ર સપ્લાય કરવાની હતી. રોકી હાલમાં રાંચીમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. તે નવાદા જિલ્લાનો રહેવાસી હોવાનું કહેવાય છે

રૉકીની શોધખોળ હાથ ધરી

EOUએ રોકીની શોધમાં ગઈકાલે રાત્રે ઝારખંડના રાંચી હજારીબાગ સહિત અન્ય કેટલાક સ્થળોએ પણ દરોડા પાડ્યા હતા. ચિન્ટુએ સંજીવ મુખિયા ગેંગના કેટલાક લોકોને NEETનું પ્રશ્નપત્ર પણ આપ્યું હતું જેથી આ લોકો સેટિંગ કરીને પણ પૈસા કમાઈ શકે. તેના કેટલાક વિદ્યાર્થીઓ પણ ઝારખંડના હજારીબાગમાં પરીક્ષા આપી રહ્યા હતા.

નકલી દસ્તાવેજોને આધારે સિમકાર્ડ ખરીદ્યા

NEET સેટ કરવાના સમગ્ર કાવતરાને અંજામ આપવા માટે ચિન્ટુએ નકલી દસ્તાવેજોના આધારે અલગ-અલગ કંપનીઓના 5 મોબાઈલ ફોન અને સિમ કાર્ડ ખરીદ્યા હતા. આ નંબરો દ્વારા જ તે તેના ગ્રાહકો નીતિશ કુમાર અને અમિત આનંદ અને અન્ય લોકો સાથે વાત કરતો હતો. પરંતુ, જ્યારે સિકંદર અને અન્ય લોકો પકડાયા ત્યારે તેઓએ સિમ તોડીને NIT ઘાટમાં ફેંકી દીધા હતા.

CBIએ FIR નોંધીને તપાસ શરૂ કરી

સમગ્ર ઘટના મામલે CBIએ NEET-UG કેસમાં તપાસ હાથ ધરી છે. કલમ 20-B (ગુનાહિત કાવતરું) અને 420 (છેતરપિંડી) હેઠળ એફઆઈઆર નોંધી છે. બિહાર અને ગુજરાત સરકારે પણ રવિવારે સૂચનાઓ બહાર પાડી અને તેમની પોલીસ દ્વારા નોંધાયેલા NEET-UG પેપર લીકના કેસ CBIને સોંપ્યા. પટના પોલીસે ગઈકાલે ઝારખંડના દેવઘરમાંથી અટકાયત કરાયેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ નાલંદાના રહેવાસી છે. તેમના નામ બલદેવ કુમાર ઉર્ફે ચિન્ટુ, મુકેશ કુમાર, પંકુ કુમાર, રાજીવ કુમાર અને પરમજીત સિંહ છે.


  • Follow us on: