- નીટ પેપર લીક મામલે તપાસ તેજ
- મહારાષ્ટ્ર પોલીસે 4 લોકો સામે દાખલ કર્યો કેસ
- મહારાષ્ટ્ર ATS તરફથી મળતા ઇનપુટને આધારે કાર્યવાહી
નીટ એક્ઝામ પેપર લીક મામલે મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. લાતૂરના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં 4 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રવિવારે મહારાષ્ટ્ર પોલીસે પેપર લીક અંગે બે શિક્ષકો એક, સંજય તુકારામ જાધવ અને જલીલ ઓમર ખાન પઠાણની પૂછપરછ કરી હતી. તેમણે ફરીથી બોલાવવા પર આવવાની શરતે છોડી દીધા હતા.
4 લોકો સામે નોંધાયો કેસ
આ શિક્ષકો પૈકી જલીલ ઓમર ખાન પઠાણની ફરી અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્ર ATS તરફથી મળેલા ઈનપુટના આધારે, NEET પેપર લીક કેસમાં 4 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શિવાજીનગર પોલીસે કેસ નોંધ્યો
જે ચાર વ્યક્તિઓ સામે કેસ નોંધાયો છે તેમાંથી એક દિલ્હીનો અને ત્રણ મહારાષ્ટ્રના છે. પ્રથમ જિલ્લા પરિષદ શિક્ષક કે જેઓ 40 વર્ષના છે. બીજા શિક્ષક, 34 વર્ષની ઉંમરના છે. તેઓ લાતુરના કતપુરમાં જિલ્લા પરિષદ શાળામાં મુખ્ય શિક્ષક છે. ત્રીજો મહારાષ્ટ્રના ધારશિવ જિલ્લાનો છે અને તે શિક્ષણ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલો છે. ચોથો ગંગાધર દિલ્હીનો રહેવાસી છે અને અન્ય ત્રણ આરોપીઓમાંથી એકના સંપર્કમાં હતો. શિવાજી નગર પોલીસે આ ચારેય સામે જાહેર પરીક્ષા અધિનિયમ 2024 કલમ 420, 120 B (ગુનાહિત કાવતરું) અને IPCની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આરોપી ચિન્ટુએ કર્યા મોટા ખુલાસા
ચિન્ટુએ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે રોકીએ પ્રશ્નપત્ર અને જવાબો તેના મોબાઈલ પર મોકલ્યા હતા. મહત્વનું છે કે રોકી સંજીવ મુખિયાનો સંબંધી છે અને રોકી રાંચીના કુદ્રુ વિસ્તારમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. ચિન્ટુએ એ પણ માહિતી આપી હતી કે તે બાયોલોજીનું પ્રશ્નપત્ર અને જવાબ મેળવનાર તે પ્રથમ હતો. આ પછી મારી પાસે ફિઝિક્સ અને પછી કેમિસ્ટ્રીના પ્રશ્નપત્રો આવ્યા હતા,. દેવઘરમાં જ્યાં ધરપકડ કરવામાં આવી હતી તે ઘરની તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી. ચિન્ટુ સહિત અનેક લોકોના હિસાબ તેમાં નોંધાયેલા છે. આ ડાયરીમાં પ્રશ્નપત્ર અને જવાબ આપવાનો રેટ 30 લાખથી 60 લાખ રૂપિયા લખવામાં આવ્યો છે.